ભરપૂર ભરી છે આ જિંદગી
શાને ટૂકડો પકડી ખેંચવી?
ખળખળ વહે છે અસ્ખલિત
શાને ખોબે ભરી રાખવી?
વરસતી રહે છે રાત દિન
શાને વખતની રાહ જોવી?
કંઈ કેટલુંય દે નિતનવીન
શાને વિતેલી ગડ ઝાલવી?
રંગરંગી છે આભ-ધરા સુધી
શાને બારીએથી માણવી?
સતરંગી જીવે દર કણ મહીં
શાને ઊછીની શોધ માંડવી?
દેતો એ, 'મોરલી', લાગે જો ખૂટતી કડી
શાને ફરી ફરીને શોધવી?
પ્રભુ દિધેલ, ગોઠવણ છે બધી
શાને આટલી આટલી માનવી?
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment