Friday, 1 January 2016

વખાણ કે વિશ્લેષણ...


વખાણ કે વિશ્લેષણ
અવસ્પર્શ્ય આ જીવને!
અનુરોધ કે વિરોધ
ન ઊશ્કેરે આ જીવને...

એકલતા કે સમૂહ
વણનોંધ્યું આ જીવને!
સંમત કે બેમત
ન ડગાવે આ જીવને...

પ્રભાવ કે પૂર્વગ્રહ
નિરર્થક આ જીવને!
સંખ્યા કે સમય
ન આકર્ષે આ જીવને...

બહુમાન કે બેધ્યાન
બેમતલબ આ જીવને!
પ્રતિષ્ઠા કે પ્રતિકાર
ન મૂલવે આ જીવને...

પ્રતિક્રિયા કે આકલન
બેફિકર આ જીવને!
પ્રક્રિયા કે પરિણામ
ન અટકાવે આ જીવને...

પ્રભુ સાથ ને નિવાસ
બહુમૂલ્ય આ જીવને!
સ્મરણ કે સમર્પણ
ન થકવે આ જીવને...

- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬

2 comments: