Monday, 11 January 2016

રહ્યું કશુંય નથી અને છતાંય...


રહ્યું કશુંય નથી અને છતાંય બધું જ છે
આ ખાલી ભીતરને હાથવગું, બધુંય છે.

બહાર, એક ભરચક સમંદર અડેલો છે.
અંદર રાખ્યો જરૂરી, ચોખ્ખો ઓરડો છે.

પસંદગીથી ભરાતો ને રિક્ત, રહેતો છે.
સમયે સમયે યોગ્ય બદલતો, વધતો છે.

જણની ક્યાં, કોઈ માંગ કે મનવાટ છે?
ઘડ્યો જે દિશામાં, નીકળતો દર માર્ગ છે.

શ્વેતપ્રવાહ સ્પર્શ જીવ ઊત્થાન જોગ છે.
'માંથી નીક નીકળી મસ્તિષ્ક વીંધતી છે.

દિવ્યતા વિવિધ રૂપે ઊતરતી દેહસ્થ છે.
સ્વરૂપ 'મોરલી', બસ! અનુરૂપ ગ્રાહ્ય છે.

- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬

2 comments: