આ સ્પર્શ જમીનનો...
આ સુગંધ હવાની ..
આ અવાજ સવારનો...
આ દ્રશ્ય અત્યારનું...
આ ભીંજવતી જળધાર...
આ જીવાતી જીવનક્ષણ!
મળ્યો નથી, મળશે નહીં
પ્રભુ, ઈન્દ્રિયોને રસથાળ!
મળ્યો નથી, મળશે નહીં
કદી, સમયનો આ અહેસાસ!
મળ્યો નથી, મળશે નહીં
ગઈ-આવતી પળનો વિરામ!
મળ્યો નથી, મળશે નહીં
દેહમાં હોવાનો શુભ-લાભ!
મળ્યો નથી, મળશે નહીં
જન્મ જીવવાનો અહોભાગ!
મળ્યો નથી, મળશે નહીં
આ સ્વરૂપે, સમય સભાન!
મળ્યો નથી, મળશે નહીં
કારણ ભાવિ તો રહે અજાણ!
મળ્યો નથી, મળશે નહીં
માણવો દર, જે છે પ્રભુદાન!
મળ્યો નથી, મળશે નહીં
'મોરલી' આ અવસ્થા મુકામ!
- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬
No comments:
Post a Comment