Wednesday, 27 January 2016

જણનો આત્મા મદદે આવે...


જ્યારે કોઈ સ્ત્રોત ન ચાલે
દરેક દરવાજે તાળું લાગે
જણનો આત્મા મદદે આવે...

સંબંધ સગપણ ભલે જાકારે
ફક્ત એકલો જીવ! 'ને સથવારે
જણનો આત્મા મદદે આવે...

સંચિત કેળવણીને ભારે
આ જીવનની ખેપ તારે.
જણનો આત્મા મદદે આવે...

જન્મોનું એકઠું ભાથું સાથે
પળ પળ આજ્ઞાથી દોરે.
જણનો આત્મા મદદે આવે...

મન તન પ્રાણને ઊગારે
ત્રિપુટી થકી જીવનને સંભાળે
જણનો આત્મા મદદે આવે...

જીવનને સતરાહ પકડાવે
ઊજળો માર્ગ સંગે સજાવે
જણનો આત્મા મદદે આવે...

ભેગું કરવું, દર ઘડી ધરીને
ભવ તારણ બનશે સંચય એ
'મોરલી' આત્માકુંચી આવશે મદદે...

- મોરલી પંડ્યા
જાન્યુઆરી, ૨૦૧૬

No comments:

Post a Comment