Tuesday, 10 May 2016

અંદર, બહાર બધે તારી જ...


અંદર, બહાર બધે તારી જ નજર છે.
ઊપર, નીચે બધે તારી જ સહજ છે.

તાદ્રશ્ય, અદ્રશ્ય બધે તારી જ અસર છે.
દેખી, અણદેખી બધે તારી જ ગોઠવણ છે.

સૂકી, ભીની બધી તારી જ ઊપજ છે.
વહેતી, ખડકાતી બધી તારી જ ધરોહર છે.

મહેંકતી, ચહેકતી બધી તારી જ કુદરત છે.
જનમતી, માટી થતી તારી જ જીવની છે.

ગોળ, ખગોળ તારી જ ઊત્પત્તિસૃષ્ટિ છે.
બ્રહ્માંડ, કણ-જ્ઞાન તારી જ અનુભૂતિ છે.

હું ને તું, બધી તારી જ  ઊપસ્થિતિ છે.
બધી તારી જ શક્તિ, લીલીરાતીપીળી છે.

'મોરલી' પ્રણામ...પ્રભુ!

- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬

Flower Name: Almond (Prunus dulcis, Almond tree)

Significance: Smile of Nature
Nature rejoices in her beauty.

No comments:

Post a Comment