પ્રભુ, તારાં આનંદની
ક્યાં કોઈ અવધિ છે.
સીમા કે ક્યાં કોઈ વિધી છે?
વહેતી જાણે નદી છે.
તરબતર, પુષ્કળ છે.
કારણની પણ ક્યાં કમી છે?
પ્રવાહ કે પછડાતી છે.
ધોધ કે સાગર ગતિ છે.
નહેર પણ ક્યાં નાનીસૂની છે?
'મોરલી' હ્રદયની ગ્રહણશક્તિ છે.
ઝીલાઈ તેટલી જીવાતી છે.
અવસરની ક્યાં સીમિતસ્થિતી છે?
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Sweet basil (Ocimum basilicum, Common basil)
Significance: Joy of Union with the Divine
Abundantly scented, it fills the heart with joy
No comments:
Post a Comment