કશુંય કહેવું નથી જિંદગી મને,
કૃતજ્ઞ છું બસ! ભરપૂર તું મળ્યે!
ઊંડેથી મળતું, વગર ખોદ્યે જે,
કૃતજ્ઞ છું બસ! લ્હાવો આ મળ્યે!
... કશુંય કહેવું નથી જિંદગી મને...
કેવી તું છલોછલ વહે છે બધે,
કૃતજ્ઞ છું બસ! આ સમજ મળ્યે!
અંત:બાહ્ય ઊભરાય, જીવંત રહ્યે
કૃતજ્ઞ છું બસ! મહાલવું આવું મળ્યે!
... કશુંય કહેવું નથી જિંદગી મને...
ઓછપ, અધૂરપ, ઊણું કોને કહે?
કૃતજ્ઞ છું બસ! પૂરતું પોષણ મળ્યે!
વહેચાય પણ એ ખોરાક જરૂર જેને
કૃતજ્ઞ છું બસ! વહેંચની તક મળ્યે!
... કશુંય કહેવું નથી જિંદગી મને...
ખોબો, ખોળો, ભવો કેટકેટલું ભરે?
કૃતજ્ઞ છું બસ! પ્રમાણ એ મળ્યે!
'મોરલી' નાનું શું જણ, બાળ એટલે
કૃતજ્ઞ છું બસ! કૃતજ્ઞ થવા મળ્યે!
... કશુંય કહેવું નથી જિંદગી મને...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Merremia quinquefolia
Significance: Detailed Gratitude
The gratitude that awakens in us all the details of the Divine Grace
Significance: Detailed Gratitude
The gratitude that awakens in us all the details of the Divine Grace
No comments:
Post a Comment