Thursday, 12 May 2016

...મચ્યો છે, અત્યારે...


વિશ્વયુધ્ધની ક્યાં જરૂર છે? 
દર જણ મનયુધ્ધ જીતવા 
મચ્યો છે, અત્યારે.

આતંકી તો ક્યાંક મનમોજી!
દર જણ મોટી બાજી રચવા 
મચ્યો છે, અત્યારે.

સરમુખત્યાર તો ક્યાંક ભ્રમભાર!
દર જણ પોતીકી જાળ ગૂંથવા 
મચ્યો છે, અત્યારે.

મનોરંજન તો ક્યાંક ક્ષણિક મંથન!
દર જણ સમય હરીફ બની 
મચ્યો છે, અત્યારે.

સ્વ-રાગ તો ક્યાંક ફક્ત સ્વ-લાભ!
દર જણ પરભંજનમાં 
મચ્યો છે, અત્યારે.

ક્યાં વળી પ્રભુઇચ્છા કે અર્પણદાન!
દર જણ ભગવાન બની 
મચ્યો છે, અત્યારે.

'મોરલી' આટલી વિપરીત મન-પ્રાણ ગતિ?
લાગે છે, દર જણ પ્રભુ નાથવા 
મચ્યો છે, અત્યારે.

- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬

Flower Name: Delonix elata
Significance: Mental Fantasy
Disorderly, it too often lacks coordination.

No comments:

Post a Comment