Sunday, 22 May 2016

કેન્દ્રમાં નથી...


કેન્દ્રમાં નથી પુષ્ટી કે તૃટિ
નથી સ્થિતી કે ઊપસ્થિતી
ફક્ત શ્વેતપ્રવાહ અનુભૂતિ

ઊપરથી નીચે ધવલનદી 
મહી તરબોળ અનંત ગતિ
જાણે સૃષ્ટિ ધરી સમતત્વી

એક ચોકોર સઘન સફેદી
ખૂણે કણે સમવિષ્ટ નરી
સદંતર સમૂળ કૃપાનિધી

પ્રભુ ચરણે નમે 'મોરલી'...

- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬

Flower Name: Golden chain (Laburnum anagyroides, Common laburnum)

Significance: Descent of the Light
It flows towards the earth in harmonious waves.

No comments:

Post a Comment