છોને એ ઓગળે પ્રભુ!
ધરાવરણનાં ઘૂસપેઠીઓ...
નથી એ સ્વપ્નો કે સ્ફુરણો
છે નર્યા છોડાયેલાં ઊદ્વેગો!
છોને એ ઓગળે પ્રભુ!
ધરાવરણનાં ઘૂસપેઠીઓ...
નથી એ તાત્પર્યો કે લક્ષ્યો
છે નર્યાં ઊભા કરાયેલાં દ્વંદ્વો!
છોને એ ઓગળે પ્રભુ!
ધરાવરણનાં ઘૂસપેઠીઓ...
નથી એ સર્જનો કે કૃતકૃત્યો
છે નર્યા ઝઝૂમતા ઊત્પાતો!
છોને એ ઓગળે પ્રભુ!
ધરાવરણનાં ઘૂસપેઠીઓ...
નથી એ લડવૈયા કે સૈનિકો
છે નર્યા મનઘડંત શોગટાઓ!
છોને એ ઓગળે પ્રભુ!
ધરાવરણનાં ઘૂસપેઠીઓ...
'મોરલી', એ ચૈતન્ય વિરોધીઓ,
પૃથ્વી ચેતના-સત્ય હિંસકો!
છોને એ ઓગળે પ્રભુ!
ધરાવરણનાં ઘૂસપેઠીઓ...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Egyptian rose (Scabiosa atropurpurea, Mournful widow, Sweet scabius, Pincushion flower)
Significance: Blessings on the Material World
Puissant and innumerable, they answer all needs
Significance: Blessings on the Material World
Puissant and innumerable, they answer all needs
No comments:
Post a Comment