ન શબ્દ ઊઠે કે દ્રશ્ય
ન તરંગ ઊગે કે રહસ્ય
એ શાંતિમાં ઠરે સ્વ સર્વ,
તો જાણો પ્રભુમય અસ્તિત્વ!
ન ગત દિસે કે ભવિષ્ય
ન છબી ઊકલે કે ગંતવ્ય
એ નીરવતામાં ઠરે સ્વ સર્વ,
તો જાણો પ્રભુમય અસ્તિત્વ!
ન માંગણી મૂકે કે સૂનવણી
ન ખોલવી પોથી કે રોજનીશી
એ અલગાવમાં ઠરે સ્વ સર્વ,
તો જાણો પ્રભુમય અસ્તિત્વ!
ન બાંહેધરી કે પલાયનવૃત્તિ
ન મૂકવી કર્તવ્યકેડી કે જીવાદોરી
એ સમત્વમાં ઠરે સ્વ સર્વ,
તો જાણો પ્રભુમય અસ્તિત્વ!
આભારી 'મોરલી'...પ્રભુ!
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Orchid (Cattleya)
Significance: The Aim of Existence is Realised
Exists only by and for the Divine
No comments:
Post a Comment