અર્પણનો ભય લાગે
અંદરથી વિરોધ જાગે
અસ્તિત્વ બળવો પોકારે
તો માનજો, શરૂઆત થઈ ત્યારે...
અર્પણ અનર્થ લાગે
અર્થઘટન જોરમાં ચાલે
કેન્દ્રિત સ્વ ભાન સંકોચાવે
તો માનજો, શરૂઆત થઈ ત્યારે...
અર્પણ હાસ્યાસ્પદ લાગે
સમર્પિત જણ વામણો ભાસે
તફાવતનો અનુભવ કરાવે
તો માનજો, શરૂઆત થઈ ત્યારે...
અર્પણ... ન ફરક લાવે
સાંભળીને પણ ન સ્પંદન જાગે
જિજ્ઞાસા કે વિરોધ ઊગાડે 'મોરલી'
તો માનજો, એમાં તરબોળ છો અત્યારે...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Hollyhock (Alcea rosea)
Significance: Offering
The only offering that truly enriches is the one that is made to the Divine
Significance: Offering
The only offering that truly enriches is the one that is made to the Divine
No comments:
Post a Comment