Friday, 20 May 2016

અભિવ્યક્તિ આવી...


શબ્દ વગરની અભિવ્યક્તિ આવી,
વ્યક્તવ્ય માટે જાણે હાર ગૂંથી!

અકથિત એવી અભિવ્યક્તિ આવી,
મૌનમાં જાણે શબ્દ જાળ નાખી!

શૂન્ય ઈરાદાની અભિવ્યક્તિ આવી,
શાંત હ્રદયથી જાણે સરવાણી વહી!

વિનાસંદર્ભની અભિવ્યક્તિ આવી,
સ્વગત, જાણે સમજ કૂંચી આપી!

સ્ફૂરણા બની અભિવ્યક્તિ આવી,
સ્વતઃ સ્વયંભૂ છોળ ધારણ કરી!

'મોરલી' હોઠે અચાનક અભિવ્યક્તિ આવી,
હ્રદયથી ઊગીને આતમ ઓળખ લાવી!

- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬

Flower Name: Spurred snapdragon (Linaria maroccana, Toadflax)
Significance: Expressive Silence
Certain silences are revealing and more expressive than words.

No comments:

Post a Comment