આજનું પાનખર એટલે
વસંતનો વર્તમાન
ને શિશિર ભૂતકાળ !
આમ જ ઘટતું ચાલે
ગતિચક્રનું પ્રમાણ
ને વિધાતાનું નિર્માણ!
આજનું સ્પંદન એટલે
ગઈકાલનું સ્વપ્ન પુરાણ
ને ખુલ્લી ધરતીમાં પ્રસ્થાન!
આમ જ ગોઠવતું ચાલે
સમયે સમયે થવાકાળ
ને વિધીનું વિધાન!
આજનું અવતરણ એટલે
પ્રાર્થનાનું મંડાણ
ને રૂપાંતરનું એંધાણ!
આમ જ પ્રગતિમાં ચાલે
દિવ્યચેતનાનું સુકાન
ને 'મોરલી' પ્રભુપથ પ્રવાસ!
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Canna indica (Indian-shot, Queensland, Arrowroot, Achira)
Significance: Progressive Friendship with the Divine
As we progress and purify ourselves, our friendship with the Divine becomes clearer and more conscious
No comments:
Post a Comment