શમી ગયું છે બધું ક્યાંક!
સ્થિત બધું સ્થિર ક્યાંક!
ઠરીને શાતામાં ક્યાંક!
સ્તબ્ધ, સમયમાં ક્યાંક!
શબ્દ વગરનું શાંત ક્યાંક!
નીરવતાની ટોચે ક્યાંક!
અર્પણને અજવાળે ક્યાંક!
ગ્રહણશીલતાની સાખે ક્યાંક!
આભની ઊર્ધ્વે ક્યાંક!
મસ્તિષ્ક વચાળે ક્યાંક!
હ્રદય ગર્ભ મધ્યે ક્યાંક!
દર કણમાં સ્પંદે ક્યાંક!
નવચેતન ઝીલવા ક્યાંક,
નવતર પ્રયોગ મૂકવા ક્યાંક,
નવીન રીતિ પધ્ધતિ ક્યાંક,
'મોરલી' ખુલે નવદિશા ક્યાંક!
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Butterfly tree
(Orchid tree, Bauhinia purpurea)
Significance: Stability in the Vital
One of the important results of conversion
No comments:
Post a Comment