Monday, 16 May 2016

શાંતિ જ્યારે...


શાંતિ જ્યારે સ્થિર થઈ આવે,
કણ કણમાં ઊંડે ઊંડે સહજ વ્યાપે.
મન ગમે તેટલું ઊચાટ કરાવે,
હ્રદય ઊંડેથી ટકાઉ વિશ્વાસ આવે.

ઘટિત ગમે તેટલું તંત્ર હલાવે,
હ્રદય ઊંડેથી અપાર ધરપત આપે.
પરપ્રભાવ ગમે તેટલું ડગાવે,
હ્રદય ઊંડેથી શ્રધ્ધા અડગ ટકાવે.

'હશે'કારો ગમે તેવો પ્રબળ પછાડે,
હ્રદય ઊંડેથી 'થશે' બળવત્તર જાગે.
જાતઅંદર ભાગ- વિભાગ ઓળખાવે,
હ્રદય ઊંડેથી સ્વગત સમજાવે.

મન-પ્રાણ પ્રદેશ કેવો હલ્લો મચાવે,
હ્રદય ઊંડાણ એનો પરચો બતાવે.
'મોરલી' અંતે હથિયાર હેઠાં મૂકાવે,
પળે પ્રસંગે આતમરાહ પકડાવે.

- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬


Flower Name: Crinum (Crinum lily, Spider lily)
Significance: Joy of Integral Peace
Calm and tranquil, an unfailing smile.


No comments:

Post a Comment