આ અસ્તિત્વ આખું ખોલીને ખીલવ્યું
વગર કાદવે કમળ કમળ કરી દીધું
અર્પણથી ચાળીને અવતરણ ભર્યું
હવે ચેતનાનું પાકું સરનામુ કરી મૂક્યું.
અંધકાર ઓગાળી નવપ્રકાશ સીંચ્યું
સપ્તરંગી પદ્મ પાંદડીઓ પાથરતું
એક એક અદકેરું સોપાન જગાવતું
હવે ચેતનાનું સ્થાન નિશ્ચિત કરી મૂક્યું.
આરોહ-અવરોહને મૂળે જડી દીધું
એકધાર એકસૂર એકકૂચમાં સમાવ્યું
આતમ અજવાળે, પ્રભુકેરાં ડગ ભરતું
હવે ચેતનાનું નવીન આવાસ કરી મૂક્યું.
'મોરલી' આભાર...
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Barleria
Significance: Opening
The help is constant in all domains. It is for us to know how to benefit from it
No comments:
Post a Comment