બેપરવાહ થા! પછી જ તો મજા છે.
'આ ને અહીં'ની અહીંથીજ શરુઆત છે.
બેપરવાહ થા! પછી જ તો મજા છે
પીંછી ને પંક્તિની અહીંથી જ પેદાશ છે.
બેપરવાહ થા! પછી જ તો મજા છે
કૃતિ ને સર્જન અહીંથી જ ઊભરાય છે.
બેપરવાહ થા! પછી જ તો મજા છે
દ્રષ્ટિ ને ક્ષિતીજ અહીંથી જ સંધાય છે.
બેપરવાહ થા! પછી જ તો મજા છે
ભક્તિ ને શક્તિ આ પછી જ જીવાય છે.
બેપરવાહ થા! પછી જ તો મજા છે
સાક્ષી ને ભુક્તિ પછી જ એકજૂટ થાય છે.
બેપરવાહ થા! પછી જ તો મજા છે
'મોરલી', મા ની પછી જ સંધિ જોડાય છે.
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Chinese Lavender ( Crossostephium artemisiodies)
Significance: Thirst to understand
No comments:
Post a Comment