જા મન! તું બન શહેનશાહ તારાં ભ્રમનો!
અહીં ગણાય છે એ, માન્યતાનો ઢગલો!
આવતો જતો છે બસ મન મોજ વહેળો!
અહીં સમજાય છે કે, ક્ષણિક જ છે ટોચનો!
નોંધ્યો ગણકાર્યો ત્યાં બસ, પતવાનો વારો!
અહીં જોવાયું કે, બદલાવ એ છે નકામો!
અગણિત તરંગોનો બસ, ગૂંથાતો માળો!
અહીં ખબર કે, એ વણઊકલતી છે ગૂંચો!
જા મન! રહેવા દે, વ્યર્થ મથામણનો ભારો!
અહીં સત્તારૂઢ છે 'મોરલી' આત્મા નિર્દેર્શો!
- મોરલી પંડ્યા
મે, ૨૦૧૬
Flower Name: Yellow oleander ( Thevetia peruviana, Be-still tree, Lucky nut)
Significance: Mind
Its true value depends on its surrender to the Divine
No comments:
Post a Comment