જોઉં મને, અર્પણમાં સરકતી,
અગાધ સાગરે, બિંદ શી ઓગળતી.
વિસ્મયે દર કણ ઝણઝણતી
પૂર્ણે ભળી, જોજને હીંડોળતી
નસ નસે નીરકોષ ભરતી.
દૂરસુદૂર ડોલતી, ફેલાતી,
જોઉં મને, અર્પણમાં...
પ્રસન્ન! ઊત્તુંગ ઊછળતી,
ઓટ મટી, ભરતી ટહેલતી,
સ્ફટિક ફેનીલ શી ઝળહળતી,
કિનારે ઊભી, ભીંજાતી ધરતી,
જોઉં મને, અર્પણમાં...
પરિભાષા, શું અફાટ જલધિ?
સમૃધ્ધ, ફળદ્રુપ મબલખ વહેતી!
અર્પણની પળ, દેન ગહરી,
પામે ગતિ, ગહન 'મોરલી'
જોઉં મને, અર્પણમાં...
અર્પણમાં એ તાકાત છે.
કિનારાઓ ભરી શકે છે.
દિવાલો નેસ્તનાબૂત કરી શકે.
ભલભલાં ઘડતરો, ભલે પેઢીઓથી સચવાયાં હોય, એને ધરાશયી કરી શકે.
ભરપૂર જગ્યા કરી શકે.
પાર વગરનો અવકાશ મૂકી શકે.
નવીન ચોક્કસતાઓ ભરવા...
ખુલ્લાં દિલ, કર્મ, વચનથી ખુલ્લાં કરી નાખે..
બનું જ જાણે પારદર્શક!
એટલું રુડું અને સ્વચ્છ કે ધારક પોતે જ પોતાનાથી છક્કડ ખાઈ શકે.
આવતું, જતું બધું જ જાણે વહનમાં હોય. કશુંય અટકે, ખટકે, ઠોકાય નહીં.
અવરોધ, વિઘ્ન વગર બસ જયા કરે.
વિરોધ પછીની અવસ્થા છે એટલે એણે પણ પોતાનું રૂપ બદલી નાખ્યું હોય.
હિસાબો બધાં સમા થઈ ગયાં હોય એટલે એ પછી વ્યક્તિ પોતે જ અર્પણકર્તા, અર્પણ અને સમાગમ બની જાય.
કૃપા અવતરી હોય તો પોતે જ પોતાનો દ્રષ્ટા, સાક્ષી અને સમીક્ષક પણ ખરો...
એકની અંદર કંઈ કેટલાંય...
બધાં જ ભિન્ન પણ અભિન્ન...
સ્વતંત્ર છતાં આધારિત...
વિશિષ્ટ સાથે એકદ્રષ્ટિ...
સાગરની જેમ મબલખ બને.
કંઈક કેટલુંય ઊમટે.
દરેક તકે આગવી રજૂઆત અને નવી ઊભી કરે.
કંઈક અશક્ય ખેંચાઈ આવે.
બધું જ વહેણમાં અને વહેણ બધાંમાં.
બધું જ વહેણમાં અને વહેણ બધાંમાં.
સિમીત બિંદુ ક્યાં રહે, વ્યક્તિ તો શું શું ન બની બેઠી હોય? શું શું ન અનુભવ્યું હોય?
સાગર, લહેર, ફેનિલ, રેત... બધું જ...
એની જે આલ્હાદક પ્રસન્નતા...
ભળ્યાની ભેટ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬
સપ્ટેમ્બર, ૨૦૧૬
Flower Name: Ipomoea alba
Moonflower, Belle de nuit
Significance: Entire Self-Giving
Completely open, clear and pure.
Moonflower, Belle de nuit
Significance: Entire Self-Giving
Completely open, clear and pure.