Sunday, 18 September 2016

ચર્મચક્ષુ મધ્યે, આહા!


ચર્મચક્ષુ મધ્યે, આહા! પ્રભુ તમે!
આવકારું અંગે, કણે ઊમંગ ઊમટે.

અંત:દ્રષ્ટે, તવ છબી રૂપાળી વરતે! 
તેજપુંજમય, ક્યાંક જણ ભાન ન ભૂલે.

જરી નજરને, તવ સ્મિત મલક ભરે!
નજરાવું નજરને, ક્યાંક ન તલસે.

કર્ણે ઊંડે, મધુર તવ શ્રવણ ઊતરે!
અંગુલી ભરું, ક્યાંક જગસાર ન સુણે.

રેષે દેહે, ચૈતન્ય તરંગ તવ પ્રસરે!
હ્રદયે અર્પણ, ક્યાંક મતિ ન અવરોધે.

સંસારરગ સંગ, તવ સ્મરણ પડઘે!
સતત સહજ, ક્યાંક પરપંથ ન વળે.

અસ્તિત્વે તવ દર્શન, ભવવાટ પલટે!
નગણ્ય 'મોરલી', ક્યાંય હવે બાકી રહે...

આભારી પ્રભુ...


સ્મરણ...

સહજ ક્રિયા...લગભગ શ્વાચ્છોશ્વાસની જેમ ચાલતી અવિરત...જે કંઈ ચાલી રહ્યું હોય, નોંધાતું જાય...સતત છપાતું જાય અને સમયે ઊપસી આવે...જરૂરી હોય કે ન હોય.

માનવજીવનનાં ઘણાં સંદર્ભોમાં મહત્વનો ભાગ ભજવે. ત્યાં એનાં હોવાથી જ જીવનનાં એ પાસાંઓ, ગાળાઓ સરળતાથી પસાર કરી શકાય.

રોજીંદા વ્યવહારમાં સ્મૃતિ-વિસ્મૃતી સરવાળાં અને બાદબાકીનું કામ કરે. જેટલો એ રીતનાં દાખલાં ગોઠવવામાં માણસ પાવરધો એટલાં સહેલાં એ સંબંધો અને સમયો પોતાનાં જીવનને આપી શકે.


યોગ માર્ગ માટે સ્મરણ એ એક ઘટતી પ્રક્રિયા...
ચાલતી ક્રિયા...એમાં વિગતને યાદ કરવાની નથી...વર્તમાનને ચાલુ રાખીને ભવિષ્યને એમાં જ ભેળવી દેવાનું છે.

સમયની ત્રણેય સમજને અહીં, અત્યારમાં ભેળવી, હલાવી, એકરસ કરી, ધીરે ધીરે એનાં ઘૂંટ પીતા રહેવાની રસલ્હાણ એટલે સ્મરણ...

એવું રટણરૂપ કે,
જે જાગ્રત છે.
ઉદ્દેશ જગાવતું છે.
અવિરત પરિણામ કે પ્રગતિગતિને પોકારતું છે.
અસ્તિત્વ આખામાં એ ગૂંજને ફેલાવતું છે.
એકધ્યાન અવસ્થામાં મર્યાદાઓ અને બેધ્યાનપણાને ઓગાળતું છે.
સંપર્કની સભાનતાને જીવંત રાખતું છે.


સ્મરણ માટે જે તે અક્ષર, શબ્દ, વાક્ય કે શ્લોક એ શરીર હોય છે. સ્મરણશક્તિ અને એ માધ્યમ બંન્ને પોતપોતાનાં પ્રભાવ ધરાવે છે.

જ્યારે આ માધ્યમ સ્વયં પ્રગટ થાય અથવા ઈષ્ટદેવ કે પ્રભુદિધેલ હોય ત્યારે એ કૃપામંત્ર બની જાય છે. એમાં સિધ્ધીશક્તિ વરેલી હોય છે અને ખાસ અસર ને પરિણામ નિશ્ચિત હોય છે.

સાથે જો દર્શન ભળે તો કૃપાઅપાર...

પ્રણામ પ્રભુ...

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧


Flower Name: Lobelia erinus
Edging lobelia
Significance: Remembrance
Let us strive to realise the ideal of life he has set before us.
Spontaneous and joyful. The ideal condition. In activity and in silence, in taking and in giving, always the glad remembrance of Thee.

No comments:

Post a Comment