જ્ઞાનનાં સીમાડા, અંતે રણ નોતરે
તો શું કામનું?
દરિયો ઘૂઘવી, કણ કણમાં બીજ ઊગાડે
તો સાચું...
જ્ઞાનનાં ધારક, ટોચ બની બિરાજે
તો શું કામનું?
આકાશી ઊંચાઈને મેઘ બની ઊતારે
તો સાચું...
જ્ઞાનનાં પારખાં, જ્ઞાનીને જ ચળાવે
તો શું કામનું?
હ્રદયનાં ગર્ભે સૂપ્ત તારને ઝણઝણાવે
તો સાચું...
જ્ઞાનનાં લહિયાં, કાગળો રંગાવે
તો શું કામનું?
સુસ્તમતિને સપ્તરંગની ઓળખ કરાવે
તો સાચું...
જ્ઞાનનાં સોદાં, પોથીઓમાં પાકે
તો શું કામનું?
રોજિંદી ઘરેડમાં હસ્તી ને મસ્તીને જોડે
તો સાચું...
જ્ઞાનનાં પડછાયાં, જીવતાં કરમાય
તો શું કામનું?
સમીસાંજે 'મોરલી' પરમમાં પલટાય
તો સાચું...
જ્ઞાનને આવવાને અને પચવાને શાણપણની પૃષ્ઠભૂ જોઈએ. એવી જ રીતે જ્ઞાનને વિસ્તરવા અમલીકરણનો ઢોળાવ જોઈએ...
મન-મતિમાં પ્રવેશેલું જ્ઞાન જો પૃથ્વી ગતિ ના પામે તો દુર્ગંધિત થઈ ધારકને જ પરાસ્ત કરે...
જ્ઞાનને આગળ અને ઊપર ફેલાવ આપવાની જવાબદારી અને શાનદારી જે તે ધારકે લેવાની અને આપવાની રહે...
દરેક તત્વ, પરિબળ, વિષયને ઊગ્રતાપૂર્વક જતન કરવામાં આવે તો સમય પૂરતી અંતિમ કક્ષા આપી શકાય અને એની સાથે જ એની બીજા છેડાની હદ પણ નક્કી થતી જાય.
મનુષ્યએ સ્વસ્થ મન-મતિ-ચિત્તને એવાં કર્મો-કર્તવ્યોનાં કરણ બનાવવાં રહે જેથી પ્રાપ્ત જ્ઞાનને નકશો મળે અને ગતિચક્રમાં હિસ્સેદારી...
પછી એ જ જ્ઞાન, જ્ઞાની અને નવીન જ્ઞાનનું જન્મદાતા બને...
ઊત્ક્રાંતિમાં ફાળો આપે...
પોતાની જ પૂર્વે નિર્ધારિત સીમાને લાંઘી, નવા આયામો સ્થાપિત કરે...
પ્રત્યેક જ્ઞાન વર્ષા,
એને શોષતી અને
અંકુરિત કરતી ધરાને,
પ્રણામ...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬
સપ્ટેમ્બર, ૨૦૧૬
Flower Name: Enterolobium saman (Rain tree, Saman, Monkey pod, Zamang)
Significance: Wisdom
Can only be acquired through union with the Divine Consciousness
Significance: Wisdom
Can only be acquired through union with the Divine Consciousness
Very Well described about gyan the knowledge...and when it is worth.. stay blessed and creative....
ReplyDeleteVery Well described about gyan the knowledge...and when it is worth.. stay blessed and creative....
ReplyDeleteThank you...Nitin
ReplyDelete