મસ્તિષ્ક મધ્યે બિંદ જ્યાં
પગલાં મૂક્યાં મા એ ત્યાં
એકાગ્ર હ્રદયે દર્શન લાભ
બની એ બેઠું મંદિર સ્થાન...
અગણિત રૂપો મહીં નવું આ
પ્રગતિનો ઠોસ ઉપહાર
જાત જાતનાં દર્શન લાભ
મનને ચોક્કસ દિશા સૂઝાવ...
દેહ મહીં ઠેકઠેકાણે 'મા'
અહીં તહીં! જેવું જે કામ,
દે અનુલક્ષી દર્શન લાભ
'મોરલી' સ્વરૂપ ન્યાલ ન્યાલ...
અનુભૂતિનું વિશ્વ...
અદ્ભુત અને આલ્હાદક...
અનન્ય અને અત્યંત આનંદદાયક...
સંતોષ અને ધરપતપૂર્ણ...
ચૈત્ય હાજરી આગળ થાય એટલે દૈવી- દિવ્ય સંકેતોનો સંપર્ક થાય.
વિવિધ રીતે અને વિશિષ્ટ મૂક સૂચનથી માર્ગદર્શન મળતું રહે.
અચાનક છબી ઊપસે ક્યાં તો શબ્દ!
અનાયાસે સમજ આવીને બેસી જાય અથવા સંજોગ બની લઈ જાય!
જુદા જુદા સંદર્ભે જુદાં જુદાં ભાવ, દ્રષ્ટિ, મુદ્રા, સ્મિત...
સૂક્ષ્મ પડળોમાં સૂક્ષ્મ હાજરી...
અંતર; તમ, મન, દ્રષ્ટિને ટાઢક, દિશા ને દ્રશ્ય દ્વારા માર્ગદર્શન...
ખાસ શબ્દો, વિધાનો, અવાજ, સૂચના, સલાહ, સંવાદ...બધું જ... જ્યાં જ્યારે જે જરૂરી...
ધીરે ધીરે, પચતાં પચતાં, હાજરી, અસ્તિત્વ બને અને પોતાનું પ્રભાવી વાતાવરણ (Spirit atmosphere) પ્રસારે...
જણ- જીવ- જીવન-જીવતર એમાં ઓતપ્રોત છતાંય અચૂક ભૌતિક કર્તવ્યકરણ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬
સપ્ટેમ્બર, ૨૦૧૬
Flower Name: Hibiscus micranthus, Hibiscus
Significance: Eternal smile
A gift that only the Divine can give.
A gift that only the Divine can give.
Yes... mastik madhye ...what a combination... of photo and your spiritual word.... stay blessed always by MAA....
ReplyDeleteThanks and God bless...
ReplyDelete