અંતર નહેર ગહન સઘન છે.
પડળ નહીં ગગન અકળ છે,
અંતર મધ્યે સ્વતઃ સ્ફૂરણ છે.
તિમીર નહીં ઊજળ ઓજસ છે,
અંતર ઊંડે જ્યોત અજર છે.
ગત નહીં અગત અગમ છે,
અંતર કહેણ સત્ય સહજ છે.
વિચર નહીં પારંગત લય છે,
અંતર ચિત્તે લક્ષ્ય ચૈત્યિક છે.
ભૌતિક નહી, ગૂહ્ય અલૌકિક છે,
અંતર 'મોરલી' પ્રભુ સંદિપ્ત છે.
જીવન અંતે તો આત્માની ખેપ છે. માનવ દેહ એની જરૂર છે...
એટલે એ દેહ સાથે મન-પ્રાણતત્વોને સફરની તક મળે છે.
એટલે એ દેહ સાથે મન-પ્રાણતત્વોને સફરની તક મળે છે.
પણ આત્મા તો સર્વોપરી છે. સમસ્તનાં સ્વામીનો અંશ એટલે પારંગત અને પ્રભાવી...
જ્યાં સુધી એ સુષુપ્ત છે. માનવ મન એ વ્યવસ્થાનો રાજા છે. એ નાનીમોટી ચેષ્ટાઓ પૂરી પાડીને મતિને પ્રભાવિત કરતું રહે છે.
એની ઊંચાઈઓ ખરી, પણ એક હદ પૂરતી...એને જો નાથી શકાય તો અમર્યાદ અનુસરણ શક્તિ!
આત્મશક્તિ જીવનકાળ દરમ્યાન એક વાર તો ડૂબકી મરાવે જ...
સભાનતા આપે...
જાગ્રત કરે...
પોતાની હાજરી, ક્ષમતાથી વાકેફ કરે...
આધિપત્ય સ્થાપિત કરે...
બહુ બધી માન્યતાઓ, અનુમાનો, ધારણાઓ પ્રવર્તે છે આ આત્માનાં અનુસંધાનમાં...
કહેવાય છે કે એ સાથે દુઃખ, પીડા, નુકસાન લાવે છે. હકીકતમાં હકીકત સામે આવે છે અને વ્યક્તિ પોતે જ પોતાનાં અને પોતીકાઓનાં અંધકારથી પરિચીત થાય છે. ઘડતરમાં રાચેલું વિશ્વ ખોખલું લાગે છે. જમીની સ્પર્શ કંઈક બીજું જ અનુભવાવે છે. એનો એને ધક્કો લાગે છે.
વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન અને પ્રભુકરુણા સાથે અંતે કમળની વસ્તીમાં પ્રવેશ કરે છે અને એ રંગતનો આનંદ દિવ્યતાની શરૂઆત કરે છે.
પછી તો ચૈત્યતત્વ આત્માની ખૂટતી કડીઓ પૂરે છે. આ જન્મનું બોલતું મેળવે છે. વ્યક્તિનાં અસ્તિત્વનાં ભાગો એકજૂથ થઈ લીલાંલહેર...
અંતરને આધીન...
પ્રણામ...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬
Flower Name: Hippeastrum
Amaryllis, Knight's star lily, Barbados lily
Significance: Total Conversion
The whole being has given itself in all its movements.
Conversion: the turning of all the movements of the being towards the Divine.
The spiritual conversion begins when the soul begins to insist on a deeper life and is complete when the psychic being becomes the basis or the leader of the consciousness and mind and vital and body are led by it and obey it.
No comments:
Post a Comment