રક્ષણ તારું જેવું મળતું,
સમગ્રને આવરી લેતું,
વ્યક્તિ વાતાવરણ ભેળું,
તસુય ન બાકી રહેતું...
મન મતિ તન પ્રાણ તણું,
ખરી પડે વિઘ્ન હઠીલું,
ઊર્જિત, સર્જિત સઘળું,
વાળી મૂકે કંઈક ભલભલું...
આંતરિક બાહ્ય બેવડું,
સુકાન ધરે ને નાવડું,
લઈ ચાલે, બને વહેણું,
સડસડાટ જીવન તરણું...
વિકસવાને આ ફેરે ભૂખ્યું,
પ્રગતિનું આતમ બોલતું,
કોઈપણ માર્ગે ઊંડું ઊતરવું,
તારું રક્ષણ! ન્યાલ બનતું...
ખોલી, ખીલવી ને બક્ષતું,
વર્તન ને પરિવર્તન ભરતું,
અભિગમ, તત્વને નોતરતું,
સક્ષમ જીવન આધાર દેતું...
અહો પ્રભુ! શત શત નમું!
ધન્ય પ્રભુ! તારું શરણું!
આભારી! આ જીવ જોગું,
ને જીવન 'મોરલી' જેવું...
શિશુ અને શૈશવકાળ...
બંન્ને વિકાસશીલ અને બંન્નેમાં ભરપૂર વિકાસની ક્ષમતા...
એ માનવવય અને સમયગાળાને કોઈ પક્વ હાથની છાયા ને હૂંફ મળે તો કેવાં ખીલી ઊઠે...!!
યોગ્યતા અને વૃધ્ધિ તો એને સ્વભાવગત, સ્વતઃ મળેલાં છે, છતાં એ સંજોગો આધિન છે.
એની પ્રગતિ નિર્મિત છે છતાં પોષણને આધારિત છે.
એનાં સ્વાસ્થ્યને સ્વસ્થ દેખરેખની જરૂર હોય છે.
એને પાંગરવામાં સુરક્ષિત વાતાવરણનો ફાળો હોય છે.
આવું જ કંઈક ગઠબંધન માનવઆત્મા અને દિવ્ય દેખરેખનું છે.
આત્મવિકાસ નિશ્ચિત છે, એટલે જ જીવન મેળવ્યું છે.
આ સમય દરમ્યાન જો મજબૂત સ્ત્રોત દ્વારા, રક્ષણાત્મક શિક્ષણ અને સુશિક્ષિત સુરક્ષા મળે તો ફેરો સફળ....
આભાર નહીં તો બીજું શું...
- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬
સપ્ટેમ્બર, ૨૦૧૬
Flower Name: Bougainvillea ‘Blondie’
Significance: Triple Protection
Protection in the mind, the vital and the physical.
Significance: Triple Protection
Protection in the mind, the vital and the physical.
PROTECTION
When we are in close contact with the Divine, a protection can come which helps or directly guides or moves us; it does not throw aside all difficulties, sufferings or dangers, but it carries us through them and out of them - SA
When we are in close contact with the Divine, a protection can come which helps or directly guides or moves us; it does not throw aside all difficulties, sufferings or dangers, but it carries us through them and out of them - SA
No comments:
Post a Comment