Saturday, 10 September 2016

તમસ, શું તપસ તું?


તમસ, શું તપસ તું? સંદેહે સબડતું!
અપરિવર્તન ઝંખતું, સ્થગિત સડતું!

'ડગ'ને નાથતું, પ્રવાહ નકારતું!
સહમત વિરોધતું, સમભાવથી છેટું!

એકલપંડ પોષતું, જૂથને અજૂગતું!
શિક્ષિત! પણ કેવું? તસુંય ન ખસતું!

એકત્વ રુંધામણું, જડત્વ નીતરતું!
શાને તમસ, તું જરીએ ન ટસમસતું?

મન-મતિ છેડો ફાડ, ઊર ઊંડે કૂદ તું.
જલધિસમ વહેતું, ભાવતત્વ સુરીલું!

નથી થતું ખુદ તણું, છતાં ક્ષણમાં જીવવું,
દર પળ તક, પલટ તું! પરમાર્થે જીતવું.

અન્યને દઈ તું, ધન્ય અનુભવ તું.
થવું માનવ સત્ નું, નથી એવું અઘરું.

'મોરલી' કહે, 
હે જણ, સુત્રધાર છું, પંડને પૂછ તું?
જીવન આ નિરાળું, શાને આમ જડી દીધું?



તમસ...

અંધકાર, ઘેરી છાયા, ધૂંધણાપણું એ ભાષાકીય અર્થ...

મૂળે અસ્પષ્ટ સંદેહગ્રસ્ત જડત્વ!

એવી જડતા જે પોતાનાથી અભાન છે. પોતે જ પોતાને કોરી ખાતી જડતત્વોની ખાણ છે.

એ એની જ સમજની બંધક છે, અને એ બંધનની એને સમજ નથી.

એવું નથી કે અજાણ છે, પણ અજ્ઞાન તરફ ધ્યાન નથી અને એની બેફિકરાઈ છે.

મહત્વ અસમજ કે અમર્યાદને નથી, પણ 'આજ હોવું', ' આમ જ રહેવું' ને ભારપૂર્વક છે.



અહીં કોઈ વિરોધ નથી. અંધકાર કેમ છે એ વાત નથી પણ અંધકાર છે અને એ એમ જ રહેશે એ તરફ સંચાર છે. 

અંધકારને સ્વીકારવો અને અંધકારમય રહેવું - એ અલગ વાત છે. 


અંધકાર ઓઢીને ફરી શકાય? તે પણ એટલા માટે કે નહીં તો એ બદલાવ બની જાય છે. કહે છે ને કે અજાણ્યા બદલાવ કરતાં જાણીતી મુશ્કેલી પોતાકી...


કારણો અને મંતવ્યો ઘણાં નીકળે. એ મન-મતિનો વિષય બને, એટલે દ્રષ્ટિકોણો પણ અગણિત...

તો શું વ્યક્તિ જાણી, સમજીને પણ આચરણમાં ન મૂકી શકે એ એક પ્રકારનું તપસ...

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧

Flower Name: Chloris barbata
Finger-grass
Significance: REPENTANCE
The first step towards correcting mistakes.
The place of repentance is in its effect for the future, however it is not repentance but recognition of a wrong movement and the necessity of its not recurring that is needed...

No comments:

Post a Comment