Tuesday, 20 September 2016

સમજ, સમય...


તરફેણ, પસંદ, લગાવ,
વિકલ્પોમાં વહેંચે જાત,
સમજ, સમય રૂપ હજાર!
માણસ, તું શાને બને સૂત્રધાર?

પછડા બની તું ધાર, 
ધાર બની તું વાગ!
સમજ, સમયનું કામ! 
તું ક્યાં ભૂમિકા ભજવનાર?

પ્રતિક્રિયા તું આપ,
ક્રિયા વિપરિત તું ભાગ!
સમજ, સમયનો પ્રભાવ!
તારો ક્યાં આમાં કિરદાર?

સ્વીકારી તું  દે માન,
સમાન માની સ્વીકાર!
સમજ, સમય સત્કાર!
માણસ, તું શાને રાખે ભાર?

કર તું સર સોપાન,
જીવન લેનદેન સન્માન!
સમજ, સમય બળવાન!
માણસ, તું દેતો રહે પ્રમાણ...

'મોરલી' આભાર...પ્રભુ...


સમય સમયનું કામ છે. 

અત્યારે આ દેહ અને બુદ્ધિ સાથે જીવનમાં છીએ, એ પણ તો... 

વર્ષોમાં ફેલાયેલી આ દીર્ઘદ્રષ્ટિ,  માણસને કેટલો હાશકારો આપી શકે છે.  

જીવનમાં કોઈપણ સમયે અને કોઈપણ તબક્કે આ નર્યું સત્ય, નર્યો સંદર્ભ બની રહેવાનો.... 

જીવન અનુભવ,  કંઈક શીખ સાથે ગણતર આપી જાય છે. 


ક્યારેક તો સમજાય જ છે કે, 
જે છે તે છે અને છતાં 'કશો વાંધો નહીં'...

ન કોઈ માંગ,  બદલાવ કે પ્રતિક્રિયા... 

કારણ સમજાયું છે કે સમયને પોતાનો ચઢાવ છે અને એટલે ઊતાર પણ આવશે.  

બધું જ હરીફરીને,  પાછું એમ જ જેમ થવાનું છે તેમ જ ગોઠવાતું જશે.


તો વાત થઈ ગઈ ગૌરવની... 

સીમિત સમજમાં અથડાઈ અથડાઈને માણસે જબરજસ્તી બદલાવ ઘૂસાડવો કે આંતરિક બાહ્ય ગરિમાને અગ્રસ્થાન આપવું,  
વર્તન દ્વારા...
સ્થિરતા,  ધૈર્ય,  વિશ્વાસનાં સન્માન દ્વારા... 

એવી છાપ છોડવી અને જીવનવલણમાં ઉતારવી કે પ્રેરણાપાઠ બને! 

સહજ છતાં સજ્જડ... 
સ્વપ્રદૂષણથી વંચિત... 
સર્વાંગ સ્વાસ્થ્ય દ્વારા...

પ્રણામ... 

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬

Flower Name: Dahlia
Significance: Dignity
Affirms its worth, but asks for nothing. Refuses all that lowers or debases.

No comments:

Post a Comment