Monday, 26 September 2016

The 1000th... દિન પ્રારંભે...


દિન પ્રારંભે,  દિવ્ય ચરણે, 
સાભાર! નમન હે શક્તિ પ્રજ્ઞે...

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધે, 
તવ ચૈતન્ય અવિરત વિકસે...

હસ્ત, મુખ, પાદ, દેહ કરણે, 
તવ ચિન્મય નવ નિત સાધે...

મન, હ્રદય, મતિ, ચૈત્ય વાટે, 
તવ ચેતન નિરંતર નિવાસે...

અગત, અદ્રશ્ય, ગૂહ્ય દર પડળે, 
તવ સત્, સૌંદર્ય, જ્ઞાન છેક રક્ષે ...

ગોચર, અગોચર રહસ્ય સફરે, 
તવ આશ્લેષ કરુણામય પ્રગટે...

અહો પ્રભુ! આ જીવની,  જીવ, ને
તવ સંનિધિ, 'મોરલી' સમૃદ્ધિ જીવેે...

સાદર પ્રણામ પ્રભુ...


પૂર્વજો સુંદર શ્ર્લોકો મૂકી ગયાં છે... 

નારદજીની સલાહથી મહર્ષિ વેદ વ્‍યાસજીએ ભગવાનને કેન્‍દ્રમાં રાખી શ્રીમદ ભાગવતની રચના કરી. તો શાશ્ર્‍વત શાંતિનો અનુભવ થયો. કોઇ પણ કાર્ય કરતી વખતે ભગવાનને કેન્‍દ્ર સ્‍થાનમાં રાખવાથી કાર્ય સરળ અને સફળ બને છે. 



એ સંદર્ભમાં, 

कायेन वाचा मनसेन्द्रियैर्वा
बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् ।
करोमि यद्यद् सकलं परस्मै
नारायणायेति समर्पयामि ॥

Meaning: 

Whatever I do with my body, speech, mind or with other senses of my body, or with my intellect and soul or with my innate natural tendencies I offer (dedicate) everything to Narayana.
*Srimad Bhagavatam (11.2.36) 


પરોઢ નો શુભ... પ્રાર્થનાનો સમય...

અદ્ભૂત ભાવ સાથે અર્પણ વિધી...

દિન આરંભથી જ હલકાં રહેવાની વાત!

લ્હાણ મેળવવાની ને લ્હાણીને વહેંચવાની...

લખલૂટ છે એનાં દરબારમાં... ફક્ત યોગ્યતા સિધ્ધ થવી રહી...

કશું લાવ્યા નથી અને કશુંય લઈ જવાના નથી. તો પછી આ વચ્ચેના સેતુમાં શું હેતુ જોવો? 

એ તો પસાર થવા માટેની સુવિધા છે માત્ર!


દિવ્યનું તાદાત્મ્ય જે તે સાધકને કંઈક નીતનવીન આપે છે,  સમજ અને અમલનાં ભાગરૂપે...

આખાય અસ્તિત્વનાં દરેકે દરેક ભાગ,  ખૂણે ખૂણાં ને આખે આખા આ ઊર્ધ્વગતિમાં જોડાય. અંદર બેઠેલો માંહ્યલો,  દરકાર કરે છે કે ક્યાંય કોઈ રહી ન જાય. એ કૃપાવર્ષામાં કોરું ન રહી જાય...


એને જ તો સાક્ષીભાવ કહ્યો છે. 

બાહ્યગતિવીધિઓ માં સમતા અને અંતઃવિશ્વ માટે દેખભાળ... 

પોતાની ભૂમિકા તરફની નિષ્ઠા વતી એક સતર્ક સૂઝાવ... 

સભાનતા છે જ કે હવે એ વિષય એનો રહ્યો નથી. સંચાલક બદલાયા છે છતાં... 

આજની આ એકહજારમી વ્યક્તવ્ય લ્હાણને વહેંચતાં ધન્ય ધન્ય...

પ્રભુ! આ તો પ્રભનું કામ...

પ્રણામ...

- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬

Flower Name: Rhodedendron
Ericaceae Azalea, Rhododendron
Significance: Abundance of Beauty
A beauty that blossoms freely and abundantly.
ABUNDANCE
Good and well-wishing, flowers answer abundantly all the creative fantasies of Nature.
All at once Nature gives much to us and we have the joy of abundance.

No comments:

Post a Comment