Monday, 12 September 2016

ૐ ... ૐ ... ૐ ... ૐ


રોમે રોમે ઊઠે તરંગ...
 ... ૐ ... ૐ ... ૐ 

કણે કણે સ્ફૂરે વચન...
 ... ૐ ... ૐ ... ૐ 

રેષે રેષે વહે ગહન...
 ... ૐ ... ૐ ... ૐ 

બુંદે બુંદે તરે તરલ...
 ... ૐ ...  ... ૐ 

શ્વાસે લય તાલ સરલ...
 ... ૐ ... ૐ ... ૐ 

તત્વ સંધાન મગન...
 ... ૐ ... ૐ ... ૐ 

દિપ્ત તૃપ્ત સાનિધ્ય સકળ...
 ... ૐ ... ૐ ... ૐ 

'મોરલી', દિવ્યોચ્ચર નમન...
 ... ૐ ... ૐ ... ૐ 




ૐ ...

પ્રભુનો ઊચ્ચાર...

અદ્ભૂત છે એનું અસ્તિત્વ...

એની ગહનતા,
એની દિવ્યતા,
એનો પ્રભાવ,
એનાં વમળો,
એનાં તરંગો,
એનો ઘૂંટ,
એની સતતા...


સાચ્ચા ધ્વનિની ઓળખ જ આ પછી શરૂ થાય.

ત્યાં સુધી તો બધાં કાને અથડાતાં અવાજો છે, આરોહ-અવરોહ છે. સપાટી પર ફેંકાયેલા, એકબીજાને ધક્કે આગળ વધતા શબ્દો છે. વ્યવહારને ઉદ્દેશે અદલાબદલીમાં વપરાતો બારાખડી-અક્ષરોનો વિનિમય માત્ર હોય છે. એક ખૂબ જ સ્થૂળ વેષે, ક્યાં તો એનાં ભાવાર્થમાં જોવાય અથવા તો નક્કર શબ્દ અર્થમાં - એટલે કે સામાન્ય કક્ષાનો લેવડદેવડ માટેનો વપરાશ!



એક ચોક્કસ આંતરવિકાસનાં તબ્બકે પહોંચ્યા પછી, શબ્દો ૐ નું પ્રમાણ મેળવે છે તરંગ અને આવર્તન બને છે, વાકવાણીનાં પ્રતિનિધી બને છે ત્યારે યોગ્ય ઊપયોગ સભાન બને છે.

દર સત્યદર્શન પ્રેરણા અથવા સ્ફૂરણા અથવા બંને બને.

એ અનુભૂતિ, ભાવ ને તરંગ મોકલે ને એમાંથી શબ્દ ઊપસે, વાક્યો, ભાવાર્થ અને એનો વ્યય ઊકલે...

એ શબ્દો પણ ઊર્જિત હોય, થનગનતા! 
સાથે સાથે દેહ પણ એ આવર્તનો ઝીલે, હ્રદયસ્થાને!

અનુભૂતિ જેટલી નક્કર અને ચોખ્ખી ઝીલાય એટલી વ્યક્તવ્યમાં અને એની અસરકારકતામાં તીવ્રતા વધે.




જો ધારકને વ્યક્તત્વની કૃપા મળી હોય તો એ વાસ્તવિકતાને ઘણી રીતે અને ઘણી વાર ઊતારી લાવી શકે, દરેકનું શબ્દરૂપ આપી શકે. પ્રસારની શરૂઆત પછી થાય. 

એ વાક-સતતા માં હ્રદયોને સ્પર્શવાની, ઢંઢોળવાની, ઊંડે લઈ જવાની ક્ષમતા હોય...

ૐ કારને પ્રણામ...


- મોરલી પંડ્યા
સપ્ટેમ્બર, ૨૦૧૬

Flower Name: Asparagus densiflorus 'Sprengeri'
Sprenger asparagus, Sprengeri, Emerald fern, Emerald feather
Significance: Spiritual Speech
All-powerful in its simplicity.


3 comments:

  1. Very true ...OM...OM...OM...simply simple...yet greatest...

    ReplyDelete
  2. Very true ...OM...OM...OM...simply simple...yet greatest...

    ReplyDelete