નથી હાથમાં, નથી કોઈને હાથ લેવો,
તું તારો સ્વામી, અહીં છે સતત રખવાળી.
નથી લઈ ચાલતો, નથી માંગી, ચાલવો
તું તારો સ્વભાવી, અહીં પંડે વસે છે માર્ગી.
નથી ધાર્યો તું, નથી ધારક તારો,
તું ને તારી ગતિ, સોંપી છે અહીં ગતિવિધિ.
નથી તું સ્થગિત, નથી સ્થાયી મહીં કો'
તું તારે મચ્યો- મથ્યો, અહીં સમય છે બાંદી.
નથી તું પ્રમાણ, નથી પ્રભાવી ખરો,
તું તારી મનમાની, અહીં દિવ્યસૂર સન્માની
નથી માપદંડ ફક્ત, નથી ફક્ત માપવો
તું રહે ઘડી ઘડતો, અહીં ઘડી સંગે સમાંતરી.
'મોરલી' અત્રમાં છું, નથી આશ્રયી સમયનો,
સમય તું, સમયમાં રહે, નથી તું ઘડતો ભાવિ...
સમય શું છે?
એક પ્રમાણ...
એક માપદંડ...
મૃત અને સુષુપ્ત વચ્ચે જીવતી ઘડી!
એક માપદંડ...
મૃત અને સુષુપ્ત વચ્ચે જીવતી ઘડી!
જે જીવાઈ ગઈ છે એ મૃત છે,
જે આવી નથી એ સુષુપ્ત છે,
એને જીવંત કરવાની છે.
જે આવી નથી એ સુષુપ્ત છે,
એને જીવંત કરવાની છે.
બંને અવસ્થા લગભગ સમયની નિષ્ક્રિયતા અને મર્યાદા બતાવે છે.
સમયને પાધાન્ય મળે તો જ બળવાન છે નહીં તો ફક્ત ટીક ... ટીક... ટીક...
નથી એનાંમાં એવું જોર કે માનવજીવન, સમર્થન વગર બાંધી શકે કે નથી સક્ષમ માનવજીવન એનું ઓશીયાળું...
મુદ્દે બંધાય,
ઘટનાઓનાં તાણાવાણા જોડાય,
ઊર્જામાં સ્પંદિત થાય અને
વહેણમાં એટલે કે પરિણામલક્ષી વિધીમાં રૂપાંતરિત કરવામાં આવે અત્યારે એનામાં મહાત્મ્ય ભળે...
પછી જ કંઈક દળદાર કહેવાય...
મનુષ્ય જ્યારે આંતરબળ જગાડે છે, એની રાહે જીવતો જાય ત્યારે સમય ફક્ત સમાંતરે ચાલતો હોય છે. પછી ગયેલા કે આવનારનો કોઈ ઓછાયો કે ભારણ નથી રહેતાં.
અરે, અબઘડીની સભાનતા પણ એટલા માટે રાખવાની હોય છે કે ભૌતિકતાને એ સમયવિહીનતાનો પુરાવો આપવાનો હોય છે.
સમયતત્વને આરામ અને સન્માન આપી શકાય એવી હકીકતો માનવ મૂકતો હોય છે.
સમયપ્રભાવમાં નહીં પણ સમયને હાથમાં
પકડીને ચલાવવાની ઘડી હોય છે.
પ્રભુ કહે છે કે પછી તો એ માણવી જ રહી...
પ્રણામ પ્રભુ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Salix discolor
Pussy willow
Significance: The Future
A promise not yet realised.
Pussy willow
Significance: The Future
A promise not yet realised.
When you come to the Yoga, You will have to forget your past self and its clingings altogether, to pluck it out of your consciousness and be born anew, free from every kind of bondage. Think not of what you were, but of what you aspire to be; be altogether in what you want to realise. Turn from your dead past and look straight towards the future.
No comments:
Post a Comment