Sunday, 16 October 2016

તફાવત ને ભેદભાવ...


તફાવત ને ભેદભાવમાં ફરક...

એક સ્પષ્ટ દ્રષ્ટિ, 
બીજું પક્ષપાતી...

એક બૌદ્ધિક વલણ, 
બીજું માનસિક...

એક લાક્ષણિક, 
બીજું મંતવ્યપ્રેરિત...

એક સમકક્ષ પલડું, 
બીજું ઝૂકેલું ત્રાજવું...

એક તટસ્થ સમતળ, 
બીજું ઉબડખાબડ સમજ...

એક સમતોલ વજન, 
બીજું સબળુ-નબળુ વલણ...

એક મુદ્દે જ અંત,  
બીજું સંદર્ભ આવર્તન...

એક અવલોકન,  
બીજું ભાવવહી સમર્થન...

'મોરલી' વંદન પ્રભુ...


દ્રષ્ટિકોણ...

એકતરફી છે પણ અન્યમૂલવણી નથી.

પક્ષપાસુ છે પણ પક્ષો ત્રાજવે નથી.

ખાસ સમજ છે પણ સમજની ગૂંગળામણ નથી.

મનોવલણ છે પણ વલણ પર પાબંદી નથી.

ચોક્કસતા છે પણ પર-પણાને રુંધીને નહીં.

પસંદની જાહેરાત છે, અન્યની તિરસ્કૃત નથી.

ગમાનો પ્રચાર છે, અણગમાને છેકછાક નથી.

અનુભવનો નિષ્કર્શ છે, વિવિધતાને નકાર નથી.

સ્વમાન છે પણ અવમાન પણ નથી.


ફક્ત તફાવત છે... 
કદાચ દેખાય છે...
પૂરતું છે... 

જીવનમાં ઘણી ક્ષણો અને તબક્કાઓ આવે જ્યારે સામે પલડું આવી પડ્યું હોય અને પસંદગી કરવાની હોય.

ડાહ્યા માણસનું ડહાપણ ત્યારે દેખાય જ્યારે એ બીજાને નડ્યા વગર,  નુકસાન થવા દીધા વગર, ચુપચાપ, સર્વે અનુલક્ષીને યોગ્ય નિર્ણય લઈ લે.

ઘણી વાર સંજોગો, સમયો, સમજો, સંબંધો અનુસાર કોઈ, એ તફાવત,  ભેદ,  ફરકની સામે પડી, અમલી બને.

ઈરાદો,  ભાવ અને વર્તનથી અન્યને તકલીફમાં મૂકે ત્યારે, અધૂરું માણસ-હોવા-પણું છતું થાય. એ અધૂરપ, ભેદ અને ભાવ બંનેને વ્યક્તિની અંદર સ્થાપિત થતાં રોકી ન શકે અને વ્યવહારમાં ઊતરતાં પણ...

ફરક હોવો આનુષંગિક છે. એનો કઈ રીતે ઊપયોગ કરવો એ માનવધર્મ પરિમાણિત છે.

અનાયાસની સામે પડતો બિનજરૂરી પ્રયાસ...
પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર,  ૨૦૧૬

Flower Name: Syringa
Lilac
Significance: Distinction
Of a refined beauty, sufficient to itself.

No comments:

Post a Comment