જ્ઞાની બુદ્ધિ, સૂકો ભેખ ઊધારી,
કળ-બળ ધારી, જડ બેદરકારી,
સમતા શાણી પણ ઊંડે અશાંતિ,
ભાગવૃત્તિ ને મૌન સમજયુક્તિ,
સખ્ત જીવનશૈલી, પરહેજ ભુક્તિ,
પસંદ-નાપસંદ અગ્રણી, સ્વકેન્દ્રી,
બાંધછોડ બાદબાકી, ઠેઠ ફરિયાદી,
ઠેસ, ઠોકર દેતો, વૈરી ઉપભોગી,
મનોદશાનો સ્વામી, ભાવ વિરોધી,
તપસ્વી રીતિ, નીતિ મનવૈરાગી,
માનજો, સપડાયો એ ઇચ્છાભોગી,
પ્રેમથી લેજો 'મોરલી', છે પ્રેમવિયોગી.
પ્રભુ... પ્રભુ...
કડક શબ્દો ઊતર્યા છે આ વ્યક્તવ્યમાં...
તાત્પર્ય કંઈક વિશેષ છે.
તાત્પર્ય કંઈક વિશેષ છે.
સખત વિપરીત અને વિકટ ભાવ, સ્વભાવ પાછળ કોઈ સાદો પ્રેમ ખૂટતો નથી હોતો....
એ અઘરાં પેચીદા વ્યવહાર અને વર્તન નો પ્રભુપ્રેમ જ લેપ બની શકે છે.
તો પછી આમ, આવા માણસો કેમ?
દરેક ઘડતર, ગણતર, ભણતર પક્વ થાય પછી જ આગલા સ્તર પર વૃધ્ધિ પામી શકે છે.
એનાથી જ એ સર્વાંગવિકાસને જે તે સ્તરે સ્થાયી બનાવી સ્થાપિત કરી શકે છે.
દરેક રુક્ષતા, જે હ્રદયને સૂકુ રાખવાનું કામ ધરીને બેઠી હોય છે, એ પેલાં પ્રેમને આહવાન છે.
જેમ પ્રેમીમાં પ્રભુચહેરો દેખાય છે એમ એનાં વિરુધ્ધમાં એ જ ચહેરો જોવાની કુશળતા લાવવાની હોય છે.
સ્વીકારવું એ પ્રેમી હ્રદયને પોષણ છે. અને એ જ બીજા છેડાની ઔષધિ છે.
સ્વીકારવું એ પ્રેમી હ્રદયને પોષણ છે. અને એ જ બીજા છેડાની ઔષધિ છે.
પ્રેમ પણ પ્રભુ જ આપે અને પ્રેમી થતાં પણ એ જ શીખવે એ જ પ્રભુતા...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Petrea volubilis
Purple wreath, Sandpaper, Queens-wreath, Bluebird vine
Significance: Spiritual Power of Healing
Opening and receptivity to the Divine influence.
Purple wreath, Sandpaper, Queens-wreath, Bluebird vine
Significance: Spiritual Power of Healing
Opening and receptivity to the Divine influence.
No comments:
Post a Comment