Tuesday, 18 October 2016

ખાલી પાત્ર...


ખાલી પાત્ર, ભારોભાર પાત્રતા
સફેદી રહી એ ઘટ્ટ સભરતા!

ખૂણે ખૂણે નરી સ્વચ્છ રિક્તતા
સઘન શાંતિ ને કણેકણે શાતા!

સક્રિય વાતાવરણ, નિરવતા
નિઃશેષ ધરપત, સહજ ગહનતા!

જાળાં, ડાઘાં, ન ધૂંધળા ઓછાયા
શેષ છે, વિશેષ ખલેલ વિહીનતા!

એ પાર, આરપાર છે સ્થાયિતા
કાપકૂપ, ખોદખૂંદ બને વ્યર્થ વ્યસ્તતા!

રાહે 'મોરલી' બુંદ પછી બુંદ દિવ્યતા
ગ્રહણશીલ સાધન મૂકવા સમર્થતા...


ભૌતિકજીવનમાં;

કોલાહલ છે ક્યાંક વિસંવાદિતાનો...
તો ક્યાંક તાળા-કુંચીમાં રુંધાતું મૌન છે, વિરોધ પ્રદર્શતું...
અજારકતા છે,  આક્રોશનાં પરિણામ રૂપે...
નહીંતર હિંસા છે, પ્રેમનાં અભાવને કારણે...

આજનો માણસ સતત બચવામાં વ્યસ્ત છે. ક્ષણમાંય જીવે છે તો ગત અને ભાવિને હડસેલવા માટે...

કદાચ સમય અને કાળની ગતિ હશે એટલે દર જીવંતની આ સ્થિતી છે.

સમય ધકેલે છે, એટલે ક્યાં તો આગળની અનિશ્ચિતતા પજવે, નહીં તો ઉંધા ધક્કે ચડાવી દઈ વિગતના બળાપામાં ઘૂંટાય છે.

છતાં ઊત્કાંત જીવ છે અને ગતિવશ છે એટલે શક્ય એટલું ખંતીલું જીવે છે.


બીજાં છેડે પૂર્ણયોગનો સંનિષ્ઠ આધ્યાત્મ નક્કર શાંતિ અને અચલ નિરવતા પણ પચાવડાવે છે. 

શ્વેત અવતરણ દ્વારા સાથે જ્ઞાન અને પ્રકાશનાં સ્તરોની સહેલ કરાવે છે. 

જ્યાં સક્રિય નિશ્ચલતા છે, 
નિશ્ચિંત સર્જનાત્મકતા છે, 
એવી બેદરકારી છે, જે સતર્કતામાંથી ઊદ્ભવી છે.

રિક્તતા સભર છે, કશુંક ટીપે ટીપે ભરાય છે. દર બુંદમાં છલકાવ છે અને વહેંચણી એનો સ્વભાવ...

વિકટ દેખાતા સમયનું સરભર આ પોષણથી થાય છે.

ક્યાંક કોઈ એકાદુ પણ અહીં સુધી પહોંચી શક્યું, ચૈત્ય વાતાવરણ ખેંચી લાવ્યું તો ઘણું દિવ્યકાર્ય સફળ બનાવે છે...

સમય વ્યક્તિને પસંદ કરે કે વ્યક્તિ,  સમયને...

સમર્થ તો દરેક છે, જરૂર છે
યોગ્ય નિર્ણય...
સચોટ દિશા...
સક્ષમ પાત્રતા...

પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧

Flower Name: Passiflora foetida
Running pop, Love-in-a-mist, Wild water lemon
Significance: Integral Silence
The source of true force.
Silence is the condition of the being when it listens to the Divine.
With words one can at times understand, but only in silence one knows.
This power of silence is a capacity and not an incapacity, a power and not a weakness. It is a profound and pregnant stillness. Only when the mind is thus entirely still, like clear, motionless and level water, in a perfect purity and peace of the whole being and the soul transcends thought, can the Self which exceeds and originates all activities and becomings, the Silence from which all words are born, the Absolute of which all relativities are partial reflections manifest itself in the pure essence of our being. In a complete silence only is the Silence heard; in a pure peace only is its Being revealed. Therefore to us the name of That is the Silence and the Peace.

No comments:

Post a Comment