બૂઠ્ઠા ખોખલા પાંગળા લાચાર
જો માંહ્યલો અપક્વ અપાક!
નિષ્ઠા નિયતે ખોલ્યો સપ્રમાણ
પણ મન રાચે સ્વછાપ મહાન
તો જરૂર ભીતરે અધૂરપ અજ્ઞાન!
ચારે સક્ષમ, ઊંચકે જણ, તાકાત
માધ્યમ સબળ જો પાચ્ય પ્રમાણ
અંતરે આકાશ, ને મેઘધનુષી આભ!
પ્રભુ... 'મોરલી' સંગે તવ પ્રકાશ...
ઊંચાઈની કિંમત હોય છે.
પહોંચવા માટે અને ટકવા માટે પણ...
મોટાભાગનાં વ્યક્તિઓ ચડવાની ધગશ ધરાવે છે. ઊત્સાહ અને આંતરિક પ્રમાણિકતા, લગનનાં બળ પર ચઢી જતાં હોય છે. હકીકતે તો એ ચઢવાના પ્રયત્નમાં જ હોય છે.
પ્રયત્નભાવ એ કોઈપણ લક્ષ્યે પહોંચ્યાનું જમાપાસુ છે. પ્રયાસમાં હજી પ્રાપ્તિ નથી આવેલી હોતી. એટલે પામ્યા કરતાં ખંતનો નશો જોરમાં હોય છે. પ્રયત્નથી પ્રાપ્તિની સફર સૌથી નિરાળી અને શીખભરી હોય છે.
પછીની ગતિ જો વ્યક્તિ સ્થિરતાપૂર્વક જાતમાં વણી શકે તો અધિકારને નમતો રાખી નમ્રતાની ધારે વધતો રહે...
પણ જો પ્રાપ્તિ પ્રભુત્વમાં પલટાઈ અને એનું વ્યસન વ્યક્તિને આધિપત્યનાં પ્રદેશમાં લઈ ગયું તો ત્યાં રહેવા માટે દરેક રસ્તા તૈયાર...
મરણિયા વળગણો વ્યક્તિને બીજાની લીટી ભૂંસવા, તોડીમરોડીને નાની કરવા પણ મજબૂર કરે.
પછી વ્યક્તિ કોઈ બીજી જ અસાધ્ય સફરે ચાલવાનું શરૂ કરે અને એનો અંત... પ્રભુ... પ્રભુ...
જરૂરી છે કે લક્ષ્યની સમાંતરે પોતાની જાત - એટલે કે વિચાર, વૃત્તિ, વર્તન, વ્યવહાર પર નજર રાખવી.
સફળતા ગમે તેવી ઊંડી ને ઊંચી, પણ જાતને પ્રયત્નનાં રસ્તે જ નમ્ર ચાલમાં રાખવી...
એનાથી જ તો માંહ્યલો મજબૂત અને બધું પચાવાતો રહે...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Lobularia maritima
Sweet Alison, Sweet alyssum
Significance: Goodwill
Modest in appearance, does not make a show but is always ready to be useful.
No comments:
Post a Comment