ઉદય દેશે, ઝળહળ ઉગશે,
ભાવિ ઊજ્જવળ વેષે,
સૂર્યકિરણ ને સૂર્ય તેજને
માનવી એકેએક ધરશે...
ચૈત્ય મુકુટ ચિત્ત માથે,
દિવ્યહાજરી ઊર મધ્યે,
અસ્તિત્વ સમગ્ર પ્રકાશશે,
આત્મજ્યોતને રસ્તે...
જ્યોતિર્મયી ઉદર દેશે,
પ્રકાશ પુંજ જનમશે,
સૂર્યજાત 'મોરલી' માનવમયી,
પૃથ્વીને ભેટ મળશે...
આજ,
વિક્રમસંવત ૨૦૭૩,
કારતક સુદ એકમ,
એટલે ગુજરાતી બેસતું વર્ષ...
નવાં વર્ષની શરૂઆતે, ઊગતા ભવિષ્યને આવકાર...
પશુ-પ્રકૃતિમાંથી નીકળી પ્રભુસર્જને માનવ-પ્રકૃતિમાં પ્રગતિ મૂકી... વૃત્તિપ્રવૃતિમાંથી મન દોરવણીમાં માનવજાતની ગતિવિધી આવી...
મનુષ્યે માની લીધી, અધવચની વ્યવસ્થાને સ્થાયી...
એ પણ તો મનની જ દોરવણી!
પણ ઊત્ક્રાંતિની સફર ક્યાં અટકી? પ્રભુનો માનવ અને એનું નિર્માણ તો એણે સત્યસ્વરૂપ તરીકે ઘડ્યું હતું. સતવીરોની ભૂમિ એ પ્રભુની પ્રકૃતિ હતી.
હજી એક મકામ બાકી...
નવો આયામ, દિવ્યતાનો માનવ આધાર...
પછી,
પ્રભુ જ પ્રભુ...
સર્જન એ જ સર્જક...
સ્ત્રોત એ જ ધારક...
ગ્રાહ્ય એ જ ગ્રાહક...
સૂર્ય કાંતિમાં ઊપજતો માનવ,
આંતર સૂર્ય શક્તિને આધારે પોતે જ પ્રકાશ થઈ પ્રકાશમાં ભળતો...
પછી ક્યાં કોઈ,
પરિઘ કે સીમા...
વર્તુળ કે પડાવ...
સ્તર કે સ્થાન...
દિવ્યમાનવતા અને માનવદિવ્યતા બંને અરસપરસ અને અન્યોન્ય...
સાથોસાથ અને સાંગોપાંગ...
કોઈ છેડો કે અંત નહીં પણ બંને એકબીજામાં ભળી જાય...
વહેતું વહેણ જાણે...
પૃથ્વીજીવન અને સત્ય, શાંતિ, સૌંદર્ય, આનંદ, પ્રકાશ સભર દિવ્ય ચેતના વચ્ચે પસંદગી નહીં પણ બંને સહીયારું શક્ય...
વ્યક્તિએ વ્યક્તિએ હાથવગું... જીવાતું...
સાતત્ય ભરેલું...
"અંદર, બહાર... સૂર્ય...સૂર્ય...
ઊગતો, બસ! ઊગતો, ન આથમતો આ સૂર્ય!
પ્રકાશથી ઊર્ધ્વપ્રકાશનો પથ દર્શક આ સૂર્ય!"
*મે ૯, ૨૦૧૪
સમસ્તમાં ઊછરતું અસ્તિત્વ અને
અસ્તિત્વમાં જીવતું સમસ્ત...
સાલ મુબારક...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Anthocephalus cadamba, Kadam tree
Significance: Supramental Sun
We aspire that its rays may illumine and transform us.
The supramental by its very definition is the Truth Consciousness, Truth in possession of itself and fulfilling itself by its own power.
A new consciousness must manifest on earth and in man. Only the appearance of a new force and light and power accompanying the descent of the supramental consciousness into this world can raise man out of the anguish and pain and misery in which he is submerged. For only the supramental consciousness bringing down upon earth a higher poise and a purer and truer light can achieve the great miracle of transformation. . . . The integral Yoga aims at scaling all the degrees of consciousness from the ordinary mental consciousness to a supramental and divine consciousness and, when the ascent is completed, to return to the material world and infuse it with the supramental force and consciousness that have been won, so that this earth may be gradually transformed into a supramental and divine world.
No comments:
Post a Comment