Saturday, 1 October 2016

પૂજ્ય બાપુ...


પૂજ્ય બાપુ,

આજ જન્મજયંતીએ વિનંતી, 
ચેતનારૂપે જન્મો ફરી ફરી...

દર શૈશવ હૈયે, નિશ્ચય બની, 
ચેતનાનાં ટુકડાંઓ મૂકવા ફરી...

સ્વાતંત્ર્ય ને માભોમ લગની, 
રુહ ભારતવર્ષની જગાવવા ફરી...

જીવે, જીવે વિખૂટો દેશપ્રેમી, 
મા ભૂમિ-માન રક્ષવા ફરી...

યૌવન ખોવાયું જડીબુટ્ટી મટી, 
આગમાં દેશદાઝ રોપવા ફરી...

સમત્વ વિસરાયુ,  હિંસા મહીં, 
શક્તિને સન્માન દેવા ફરી...

દેશભક્તિ વિહોણી નીતિ, 
આંતર ચિનગારી પેટાવવા ફરી...

સાહસ, સમભાવ, સત્ય અમલી, 
ગાંધીચેતના પ્રગટે ગૃહે ગૃહે ફરી ફરી...

સાદર આભાર બાપુ,  'મોરલી' વંદન...


પેઢીઓને દ્રષ્ટાંત આપ્યું, 

કોઈને માટે પૂજનીય તો ક્યાંક પ્રેરણાત્મક!
કોઈ મિમાંસામાં તો કોઈ વિશ્લેષણ,
અંતે ટીકા અને નફરતમાં બિરદાવવા વાળા પણ ક્યાં નથી.


દરેક હૈયે,  મને,  બુદ્ધિ ને મોટાભાગના આત્માઓ પર ધારી અસર છોડી ગયાં બાપુ...

કશુંક એમને અંતરથી હચમચાવી ગયું અને એનો પ્રભાવ દાયકા ને સદીઓમાં વણાઈ ગયો.


એ નિમિત્ત બન્યા, 

એને એમણે નિષ્ઠાથી વળગણ બનાવ્યું.
એને સિદ્ધાંતમાં પરોવી દીધું.
વ્યક્તિત્વમાં ઊતારી દીધું.


અને,
ઊભા રહી ગયા,  અડીખમ!
એ વિનાશક પ્રવાહની સામે...


એણે જબરજસ્ત જંજાવાતો ઊભા કર્યા,  ઘણી શહાદત લીધી પણ જીગરની જંગ,  ન હરાવી શકાઈ.

સેવા ભાવ અને સેવકતત્વની પરાકાષ્ઠા નો નમૂનો મૂકી દીધો બાપુ એ...

ફક્ત આઝાદ દેશનાં વળતરની ગાંઠે...


કશુંક એમને કરાવી ગયું... 

આંતરિક દ્રઢતા અને દ્રષ્ટિ બંને આપતું ગયું.

સ્વમાંથી નીકળીને આત્મા અને
એથીયે આગળ મહાત્માની સફર કરાવી ગયું.


કેવું અદકેરું ઝીલ્યું હશે બાપુએ?

એ ક્ષમતા ને સલામ!

એ ચેતનાને પ્રણામ...

- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧


Flower Name: Copper pod, Rusty shield-bearer, Yellow flamboyant, Yellow poinciana, Yellow flame
Significance: Service
To be at the service of the Divine is the surest way to attain realisation.
There is no greater joy than to serve the Divine.

No comments:

Post a Comment