શૂન્યમાં સાવ શૂન્યતા નથી,
શૂન્યતા પણ નરી શૂન્ય થોડી!
મૂલ્ય ઓળખ, બે ખાસ ઉભરાતી,
ગાણિતિક ને સૂચક આધ્યાત્મિક...
ભલે શૂન્યથી શરૂ ગણતરી,
પૂંઢે બેસે જેને, એની મહત્તા મોટી...
અંક પાછળ, તેની સંખ્યા ચડતી,
જેટલાં વધુ, એની કિંમત વધતી ...
આધ્યાત્મની એક એક ઊંચી સીડી
શૂન્યતા શાંતિની સહજ સહીયારી...
એમાંય સૂકી, એક તમસ ભરેલી,
રુક્ષ સ્વીકારી, એની બગડી બાજી...
સક્રિય સૂચક કાર્યાન્વિત સાચ્ચી,
એ ભરી શૂન્યતા, સર્જકબળ ધારી...
જ્યાં હ્રદયે સમર્પિત સમગ્ર હસ્તી
દર્શિત કરે એ શૂન્યતાની હાજરી...
ચૈત્ય જ્યારે જીવનરથસારથિ,
'મોરલી', શૂન્ય-શૂન્યતા બને દિશા-કેડી...
કોઈએ ખૂબ મહેનત કરીને સફળતા મેળવી હોય તો સામાન્ય રીતે એવું કહેવાય કે "એણે તો શૂન્યમાંથી સર્જન કર્યું"...
અહીં કહું છું કે,
શૂન્યમાં સર્જક છૂપાયેલ છે.
શૂન્યનાં સહવાસમાં ભલભલો આંકડો ઊંચકાઈ જાય. એક શૂન્ય પણ પાછળ જોડાય તો પણ દસ ગણું તો વધી જ જાય.
શૂન્ય એક એવો અંક છે કે એના પ્રભાવમાં ગમે તે ગણતરીથી અંક ક્યાં તો શૂન્ય થઈ જાય નહીં તો વધી જાય.
એનામાં એ તાકાત છે કે એ મૂળ લાવી આપે અથવા ગુણ વધારી આપે...
આધ્યાત્મએ શૂન્યતાને આવકારી છે, એને એક સ્થાન આપ્યું છે અને એ સ્તર પ્રાપ્ત કરનારને માન...
અહીં જે શૂન્યતાની વાત છે એમાં ક્રિયાશક્તિનું બળ છે. એ ઠોસ, ઠરેલ અને પ્રવૃત છે. શાંતિ અને સહજતાની વાહક છે. આ અવસ્થામાં કશું અણધાર્યં નથી પણ એને કારણે અસાધારણ જરૂર છે.
આ ફક્ત શૂન્યમનસ્ક નહીં પણ શૂન્ય સમસ્તની વાત છે.
સમર્પણથી શૂન્યની બક્ષીસ મળે છે...
ગ્રહણશીલતામાં શૂન્યનાં જ સરવાળા-ગુણાકાર થાય છે...
શૂન્યતાની જ સપાટી પર સત્ય પોતાને સ્થાપે છે કારણ કે અહીં સ્વરૂપ બદલાઈ જવાનો અંદેશ નથી.
સત્યને ખબર છે કે એ હોય કે ન હોય, શૂન્યતાનો કોઈ પર્યાય કે વિકલ્પ નથી. એ આમ જ હશે... ખાલી... કોરી... નિર્ભેળ...નિર્લેપ... નિશ્ચંત...
એની પૃષ્ઠભૂ બહુ અસરકારક નીવડે છે. મન-મતિ-પ્રાણ-શરીર તત્વોની સમર્પિત અવસ્થામાંથી આ શૂન્ય ઊત્પન્ન થયું હોય છે.
અહીં, નિર્વાણનો ખાલીપો નથી. ભાગીને ઊપર છૂપાવાની વાત નથી.
અહીં આમ ભરચક ભૌતિકચક્રોમાં શૂન્યને દરેક ક્રિયામાં જોડી એનું વજન વધારવાની વાત છે. વ્યક્તિ નહીં શૂન્યતાથી દિવ્યતા મૂકવાની છે.
શૂન્યતા અને શૂન્ય એટલે
પાત્રતા અને પ્રમાણ-પ્રાપ્તિ...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Clerodendrum ugandense, Butterfly bush
Significance: Repose
Opens out in calm relaxation. The true repose is that of perfect surrender to the Divine.
The minute one stops going forward, one falls back. The moment one is satisfied and no longer aspires, one begins to die. Life is movement, it is effort, it is a march forward, the scaling of a mountain, the climb towards new revelations, towards future realisations. Nothing is more dangerous than wanting to rest. It is in action, in effort, in the march forward that repose must be found, the true repose of complete trust in the divine Grace, of the absence of desires, of victory over egoism.
The rest must be an ascent into the Light, into perfect Peace, total Silence, a rest which rises up out of the darkness. Then it is true rest, a rest which is an ascent.

No comments:
Post a Comment