અનુભૂતિનાં કેટકેટલા રૂપ!
ઈન્દ્રિયોને લ્હાણ ભરપૂર...
દર્શને ઊતરે છબી રૂપ,
અહીં તહીં વિવિધ બહુમૂલ...
શ્રવણે મધુર સ્વર સૂરરૂપ,
આજ્ઞા, વિદ્યા, શ્લોક મૂળભૂત...
દ્રષ્ટિએ જાણે તાદ્રશ્ય દ્રશ્યરૂપ,
પ્રસંગ, છબી, ઘટના અનુરૂપ...
મૂકે બુદ્ધિએ સમજ રૂપ,
જ્ઞાન, પાઠ, શિક્ષા લખલૂટ...
આ દેહ દ્વારા વહે કર્મરૂપ,
થકી કરણ ઘડે ધડમૂળ...
'મોરલી' સૂચવે સૂચક સંકેત જરૂર,
પ્રસંગોપાત સાક્ષાત સ્વરૂપ...
અનુભૂતિનું વિશ્વ!
કંઈક અનેરું, સાચું, ગમતીલું...
બહુ ઠોસ અને સૂચક પણ...
ખાસ સંદેશ, કહેણ, માર્ગદર્શન, પ્રેરણા જેવું કંઈકનું કંઈક ઠસોઠસ ભરેલું...
વ્યક્તિની અંતરઈન્દ્રિયો પર ઊપસતી અને છાપ છોડતી...
સહેજ અમથી ઝાંયમાં પણ જાગૃત કરવાની શક્તિ...
એક પ્રકારનું આંતર આંદોલન, આવતું અને બદલાતું...
પ્રગતિ અને ગતિ બંનેની હલનચલનનો સંકેત...
અનુભૂતિ એટલે આધ્યાત્મપથ પરની વ્યક્તિનો એ સ્વપ્રવાસી સાથેનો સાંકેતિક વાર્તાલાપ...
ઘણું બધું હજી શબ્દપ્રદેશથી વંચિત હોય છે, શબ્દસ્થ થવું કે શબ્દદેહમાં એને પૂરવું હંમેશ શક્ય ન હોય અને મંજૂરી પણ...
એમાં કોઈ સંદેશ જરૂર હોય અને ધારક વ્યક્તિ એ સમજી પણ શકતી હોય પણ એ વહેંચણીથી દૂર હોય.
પૂરવણી અને દોરવણી...
માર્ગદર્શક અને આત્મદર્શક...
આંતરવિશ્વ અને સૂક્ષ્મવિશ્વને ખોલતી, જોડતી...
નોખી અને અનન્ય...
દરેકની જુદી, દર સમયે જુદી...
પૂરવણી અને દોરવણી...
માર્ગદર્શક અને આત્મદર્શક...
આંતરવિશ્વ અને સૂક્ષ્મવિશ્વને ખોલતી, જોડતી...
નોખી અને અનન્ય...
દરેકની જુદી, દર સમયે જુદી...
અનુભૂતિ વિધિ આવાં સ્વરૂપો પણ...
માતાજી, મા! તારા તે શાં શાં સ્વરૂપ!
મનની ઊંચાઈની એકાગ્રતામાં
અગાશીયેથી દર્શન દેતી,
ભ્રમરમધ્યમાં સ્મિત સહિત
ચક્ષુથકી વાત્સલ્ય ભરી દેતી,
ચક્ષુથકી વાત્સલ્ય ભરી દેતી,
ક્યારેક ક્ષણિક અસમંજસ ટાણે
વેધક નજરે કેન્દ્રિત થવા પ્રેરતી!...
વેધક નજરે કેન્દ્રિત થવા પ્રેરતી!...
હ્રદય અગ્રે ભાવમાં પદ્મ આસને
શક્તિ બની બિરાજતી,
શક્તિ બની બિરાજતી,
જરૂર ટાણે મહી સુર્ય બની
બાહ્રપ્રાણપ્રકોપ ઝીલાવતી,
રખેને અગ્નિ જાગે તો જ્ઞાનફુલવર્ષાથી
એને પ્રકાશમાં મૂકવા સૂઝાડતી!…
ઘડીઘડીયે અર્પણ કાજે પોતાના
ચરણો ધરી દેતી,
ચરણો ધરી દેતી,
શીશ નમાવી, એ પગલાંમાં બધુંય પધરાવડાવી સાવ હળવી કરી દેતી,
સિંહધારીણી સદાયે અવસ્પર્શ્ય રાખી
જીવન હર્યુંભર્યું સજાવતી!…
આત્રનાદે વાતાવરણમાં શુભ્રવસ્ત્ર
ને વીણાધરી પધારતી,
ને વીણાધરી પધારતી,
શાંતિ-કરુણાનો ધોધ વહાવી સંપર્ક
સુદ્રઢ કરાવતી,
સુદ્રઢ કરાવતી,
અંત:દ્રષ્ટિ આપી અંતસ્થ પ્રકાશના પીછાણથી માનવ સ્વરૂપ વિસ્તારતી!…
મા તો સર્વેના જીવનકાળમાં અલગ
અલગ રૂપે પ્રગટતી,
આધાર જો ખુલ્લો બને ‘મોરલી’ તો એમાં પછી એ ભિન્ન ભિન્ન રૂપે સમાતી!
*જાન્યુઆરી, ૨૦૧૪
કૃપા નહીં તો બીજું શું...
પ્રણામ...
- મોરલી પંડ્યા
ઓક્ટોબર, ૨૦૧૬
ઓક્ટોબર, ૨૦૧૬
Flower Name: Operculina turpethum
Wooden rose
Significance:
Call of the Divine Grace
Not loud but persistent and very perceptible to those who know how to listen.
Wooden rose
Significance:
Call of the Divine Grace
Not loud but persistent and very perceptible to those who know how to listen.
No comments:
Post a Comment