Friday, 10 March 2017

પાર્થિવ છેડે અવતરણ...


પાર્થિવ છેડે અવતરણ પશ્યન્તિ
નર્તક સત્યો, વ્યક્તવ્ય મહીં.

રમ્ય નીરવ પ્રદેશ ને સ્થિર સ્થિતી,
આકલનહીન, સ્વયંભૂ ઊપસ્થિતી.

પ્રશાંત સાગર મધ્યે ઊઠે લહેરખી.
અનન્ય મર્મો ને ગતિ સંદર્ભો મઢી.

ઊચ્ચતમ આલેખતું દિવ્ય-ભાવિ 
કે ગર્ભ દર્શન સજયું, અત્ર પ્રચલિત.

અનુભૂતિ લેખન નર્યું ગૂઢ માર્મિક
કે પથ; ચિંતક, દર્શક, તાત્વિક!

અહો, પ્રભુ! નમે આ નિમ્ન પ્રાર્થી
શાશ્વત અહોભાગ, અહોભાવી 'મોરલી'...


પ્રશાંત નીરવતા...

આખુંય અસ્તિત્વ એમાં ખૂંપી જાય, 
ડૂબી જાય પણ હજી સજાગ હોય. 

કશુંય સ્પરશતું ન હોય છતાં હજી સભાન હોય...
જયાં કંઈ ઊઠતું કે વળતું ન હોય, 
આંતરિક પણ, સંવાદ ન હોય, 
વાત કે વાર્તાલાપ ન હોય, 
જરૂર કે રસ પણ ન હોય, 
આ કે તે મેળવવું કે અનુભવવું કંઈક ખાસ - એવું પણ ન હોય.

એક સ્થિર સ્થિતી જે હવે અસ્તિત્વમાં સ્થાયી થઈ ગઈ છે, અંદર સુધી ઊતરી ચૂકી છે અને એ એનાં પરિણામો લઈને આવી છે. 


કંકર નાખીને વમળો ઊત્પન્ન કર્યા વગર,
કોઈ ભાત, છાપ મૂકી જાય...

નર્તનમય અક્ષરો એનો સંદર્ભ છોડી જાય...
અને પાછાં, કોઈપણ સમજમાં ઘૂસી શકે એવાં સક્ષમ!

અહો! નમન...એ એક એકને...

પ્રણામ...

- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧

Flower Name: Linaria maroccana Toasflax, Spurred snapdragon
Significance: Xpressive Silence 
Certain silences are revealing and more expressive than words. 
The power of expression comes by getting in touch with the inner soirce from which these things come.TM

No comments:

Post a Comment