Monday, 20 March 2017

...સંવર્ધન...માર્ગદર્શન...


તારું જ સંવર્ધન તારું જ માર્ગદર્શન 
આ સ્વરૂપે વસે તારું જ કણ, કણ-કણ..

તારું જ વિવર્તન તારું જ અન્વેષણ
આ સ્વરૂપ ધરે તારું જ પદાર્પણ...

તારું જ બ્રહ્મ દર્શન તારું જ વિસર્જન
આ સ્વરૂપે રહે તારું જ શેષ પ્રદર્શન...

તારું જ વિશ્લેષણ તારું જ વિશેષણ
આ સ્વરૂપે મળે તારું જ સ્પષ્ટદર્પણ...

તારું જ પ્રકરણ તારું જ અનુક્રમ
આ જીવે 'મોરલી', તારું જ પ્રક્ષેપણ...


Concrete Devotion has Transformative Powers...

ગૌરવવંતી ને પ્રગતિશીલ ભક્તિ...

એક એવી કક્ષાની કે જેમાં,
આંસુ, પીડન અને પરીક્ષા નથી...
નાસીપાસ તત્વોની ભાગવૃત્તિમાંથી નીપજેલો ભક્તિરાગ નથી... 
સંસાર અસાર- નો પ્રભાવ નથી...
નિષ્ફળ લાગતી જિંદગીએ થોપેલો પડાવ નથી...
સંવેદનશીલ હ્રદયને લાગેલી ઠોકરનો પ્રતાપ નથી...
કશુંય નબળું, નમાલું, છીછરું, પલાયનવાદથી છલકતું, ઓશીયાળું નથી...

એક દેદિપ્યમાન, બળવત્તર, વિકાસશીલ આંતરવલણ છે, 
જે વિકસવા આતુર છે...
તકસાધુ છે...
એને મળેલાં જન્મનાં સાધનોને યોગ્યતા આપવાં ઊત્સુક છે...
એની સહજગતિને સમર્થ વેગ અને ચડતી દિશાને રોચક બનાવવી છે...
સ્વાભાવિકતાનાં સ્વભાવમાં ચડાણ લઈ લેવાં છે...



નવીન આયામોમાં ભક્તિરસ સ્થાપવો છે...
ભક્તભાવથી આધ્યાત્મને ઊજાળવો છે...
નવવર્તનથી અનન્ય આવર્તનોને નોતરવાં ને પોષવા છે...
ભીનાશને વધુ ફળદ્રુપ બનાવવી છે... દિવ્યઅંશોથી અસ્તિત્વ, જીવન અને પૃથ્વીને નવાજવી છે...

આ જ તો જીવનને ધન્યવાદ છે...
એનાં હોવાનો ઉત્સવ અને એમાં પ્રભુ પગરવનાં વધામણાં...

ધન્ય ધન્ય પ્રભુ...

પ્રણામ..

-  મોરલી પંડ્યા 
માર્ચ, ૨૦૧

Flower Name: Hamelia patents
Scarlet bush, Firebush
Significance: Matter under the Supramental Guidance
The condition required for its transformation.

No comments:

Post a Comment