Thursday, 30 March 2017

આત્મ જયોતિ...


આત્મ જયોતિ કે ચંદ્ર ચાંદની 
શીતળ ભીની ગહન શાશ્વતી,

ન નિશાધરી ન તીમીરવાસી
સ્વયં પ્રજ્વળિત સ્વયં આંગી,

ખુલ્લી ઓજસી અસ્તિત્વસાક્ષી 
આચ્છાદિત, તોયે કલ્યાણકાંક્ષી,

સદૈવ તેજસી, સતભાવ પ્રાર્થી 
ઊજાગર, ફેલાવે જોજનો કાંતિ,

પ્રતાપી 'મોરલી' એ પ્રભાવપ્રકાશી
બ્રહ્માંડ જાગ્રત હો થકી દિવ્યપ્રાજ્ઞી...


પ્રાણઅગ્નિ અને મનોઅંધકાર સમર્પિત થાય છે પછી જ શમે છે. 

હા, સદંતર નિર્મૂળ નથી કરવાનાં એટલે પ્રમાણમાં પરિવર્તિત થતાં હોય છે. એકધારી નિષ્ઠા અને એકાગ્ર લગન એ બન્નેને સ્વસ્થ રૂપ આપે છે. સાથેસાથે આંતરિક અગ્નિ હોમાઈ હોમાઈને જ્યોત સ્વરૂપ ધરે છે. 

આ જીવંત વ્યક્તિ જેટલું જ જીવંત, સક્રિય અને પ્રખર હોય છે. 

એનું તેજ અને અખંડતા, કેટલી અને શેમાં શેમાં એની પુરવણી કરવામાં આવે છે તેના આધારે તીવ્ર ને તેજસ્વી બનતી હોય છે. 

એ સ્વયંભૂ છે એટલે નિરંતર છે પણ એને સ્વપ્રકાશનો અહંકાર નથી કે નથી દેખાડો... એ શાંતિ સાથે પૃષ્ઠભૂમાં રહી શકે છે.


પણ ખરી એની ભૂમિકા એને જીવતરનો હિસ્સો બનાવવામાં છે. નાનું-મોટું, સ્થૂળ-સૂક્ષ્મ, પ્રત્યક્ષ-પરોક્ષ...કોઈપણ પરિસ્થિતિ કે પરિણામ માટે સહચરી અને સહભાગી બનાવી શકાય છે. 

જેમ જેમ આયોજન અને અમલનો ભાગ ભજવે છે તેમ તેમ સ્થિર સ્થાયી ઠરેલ ને શીતળ બનતી જાય છે.

જે ધરપત, ઠંડક અને તાદાત્મ્ય વધારે છે. કાંતિ, જ્ઞાન અને કલ્યાણ એનાં આગવાં વલણો બની રહે છે...

આભાર પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
માર્ચ,૨૦૧

Flower Name: Pentaa lanceolata 
Star-cluster, Egyptian star-cluster Significance: Psychic Light in the Physical Movements
The first step towards the transformation of the physical.

No comments:

Post a Comment