Monday, 6 March 2017

...વ્યસન છે કે લીધું વચન...


આ વ્યસન છે કે લીધું વચન છે
આત્માને તારું જે અવલંબન છે!

આ મહાત્મ્ય છે કે ભીનું મમત્વ છે
આત્માને તારું જે અદમ્ય ખેંચાણ છે!

આ ભવ સાર છે કે ભાવિ લગામ છે
આત્માને તારું જે અલભ્ય અનુદાન છે!

આ ભેગી લટાર છે કે ભાગ્ય લખાણ છે
આત્માને તારું જે જબરું જોડાણ છે!

આ સંચિત લાભ છે કે સંચય કાજ છે
આત્માને તારું જે સૂચક સંધાન છે!

આ ભાથું અપાર છે ને આભારી સાદ છે 
'મોરલી' આત્માને, તારું જે પ્રમાણ છે.


આત્મા જ્યારે પ્રખર અને પ્રગટ થાય, સંચાલક તો હોય જ...પણ આમુખ થાય, આંતરદ્રષ્ટિમાં બધું જ રૂપાંતરિત થાય અને સર્વકંઈ એનું જ પ્રગટીકરણ બની રહે...

ત્યારે મન, મતિ તો અચંબિત જ બની રહે...પ્રશ્ન કરી શકે પણ આ થોડું કંઈ કારણો અને બુદ્ધિમતાનું ઊદભવ્યું છે કે જવાબ સમજે?

શરીર પણ કંઈક અંશે, એ આલ્હાદકતાને, અવતરણોની અને આત્માનિર્ભર વ્યવસ્થાને માણી જ શકે. અને અંત:કરણથી કૃતજ્ઞ થઈ શકે અને એ કૃતજ્ઞતાને વહેતી જોઈ શકે...બસ!

ખરાં ખરાં જોડાણો પણ કેવાં!
પાર્થિવ અને સૂક્ષ્મ... બધાંય કંઈક જુદાં જ તાંતણે, પણ મજબૂત અને સંવેદનશીલ...


આત્માની દુનિયામાં હિસાબો થોડાં હોય?
ત્યાં જ તો બધાં જોડાણો...જાણે


પ્રભુ...

આ કેવું અદભૂત સર્જન છે
તંતુ એ તંતુ એ જોડાયું છે.
... આ કેવું અદભૂત...

વિશ્વ પછી બીજું વિશ્વ છે.
લોક પરલોક સળંગ છે.
... આ કેવું અદભૂત...

એક પતે ને ત્યાં બીજું છે.
અહીંથી જ પહોંચવાનું છે.
... આ કેવું અદભૂત...

ઊઠે અંતર ને હાથવગું છે.
ફૂટે પછી એમાંથી બીજું છે.
... આ કેવું અદભૂત...

અંતર, સમય ભંગુર છે.
એકાગ્રતામાં ઓગળતું છે.
... આ કેવું અદભૂત...

એકચિત્તમાં સર્વ જણાતું છે.
હ્રદયથી હ્રદય સાંધતું છે.
... આ કેવું અદભૂત...

ક્ષણક્ષણ તંતુ બનવાનું છે.
પછી અગત વિશ્વનું શિશું છે.
... આ કેવું અદભૂત...

પ્રભુ 'મોરલી'નાં વંદન છે.
*ઓક્ટોબર, ૨૦૧૫

બસ! એનો હાથ પકડો તો લઈ જાય મૂળ સુધી...ઊદ્ભવસ્થાન બતાવી શકે...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
માર્ચ, ૨૦૧

Flower Name: Acalypha hispida
Chenille plant, Red-hot cattail, Red cattail, Foxtail
Significance: Physical continuity 
Prolongs and prolongs itself and never comes to an end.

No comments:

Post a Comment