Thursday, 2 March 2017

દ્રશ્ય જ્યારે આવી મળતું...


સમર્પિત નિષ્ઠસાધનાને માર્ગે ઘટતું,
ભાવિઘટનાદ્રશ્ય જ્યારે આવી મળતું,
મનોતીત પ્રદેશોનું હોય નજરાણું.
ન વિચાર, કે ન મન ઘટિત હોતું...

ક્યાંક કંઈ હોય કોઈનું, કોઈને લગતું.
થવા કાળે જે નક્કી હોય થવાનું.
ન પોતીકું કરવું ન'માં પારકાને જોવું
સંમતિ અસંમતિ વગર નમન કરવું...

આતો ચેતનાથી માધ્યમ પસંદ થયું.
સીધું ઊતારીને અંતરે તાદ્રશ્ય કર્યું.
અવતરણ દર્શન થકી સ્થાન દીધું,
તટસ્થ વલણને શિરપાવે નવાજ્યું...

સર્વસમર્પિત 'મોરલી' તો જ સ્ફૂરતું.
ભીતર સ્થિર ને મન, અડગ ઠરેલું
ન લેવું ન દેવું, શુભભાવ ઉદ્ભવતું.
અવતરણ યથાસ્થાને જઈ સમાતું...


તફાવત છે,
મનોમય અને મનસાતીતમાં...
સમજ અને અંતર્જ્ઞાનમાં...
ભાન અને સંધાનમાં...
વિચાર અને શૂન્યતામાં...
કલ્પના અને દ્રશ્યમાં...
ઘડતર અને અવતરણમાં...
તટસ્થ અને સાતત્યમાં...
ક્ષમ્ય અને તત્વમાં...
ઈચ્છા પ્રેરિત અને પ્રભુસુચિતમાં...

આ બધું જ એક જ મનુષ્યમાં બની શકે. 
બસ! 
અવસ્થાઓ જુદી હોય...
સભાનતાનાં સ્તરો જુદાં...

દ્રશ્ય ત્યારે જ આવી મળે જ્યારે ચેતનામાં વિકાસ ચાલતો હોય. 
કલ્પનાચિત્રનો સંદર્ભ નથી અહીં, કે;
જે વિચાર, ઈચ્છાની પૂંઠે દોડી આવ્યો હોય. જેને વ્યક્તિએ પોતાનાં હસ્તક્ષેપથી ઘડ્યો હોય,
સારું નરસું સમજીને એને મઠાર્યો હોય,
ફાયદો નુકસાન ચીતરતો હોય...


આતો તદ્દન ખરાં સ્વરૂપે, અવતરણનાં ભાગ રૂપે ભાવિ કે ઘટિત ઘટના કે કોઈ છબી કે છાપ ઊપસી આવે...જાણે નજર સામે જ જીવંત હોય, ચલચિત્રની જેમ!

આવી સ્ફૂરણા, લોભામણી હોય...
ઝીલનાર વ્યક્તિ તો અત્યાર સુધીમાં આધાર બની ગયો હોય. એનાં મકકમ વલણનું જ અહીં આ પરિણામ હોય. 

જો પ્રશંસામાં સરકી જાય તો એ સહેલાઈથી કલ્પના ઘડતરમાં પહોંચી જાય. પણ પછી પરિણામ પણ એટલું જ ટૂંકુ અને અનિશ્ચિત બની રહે, ખોખલું, ઠાલું અને બોદું...સાતત્ય વગરનું...

અરસપરસનું ગજબ જોડકું!
નિષ્ઠા અને આધારની અતૂટ જોડ...
એકમેક વગર અશકય બન્ને...

આ, ખરી-ખરી પ્રભુ કૃપાઈચ્છા...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
માર્ચ, ૨૦૧

Flower Name: Caesalpinia coriaria
Divi-divi
Significance: Intuitive Knowledge 
Innumerable and vast for exploration, it is pure and fragrant. 

No comments:

Post a Comment