મૃત્યુ જ છે જીવન અંત
જાણે ભાંતી પત્યેક જણ
છતાંય જીવે ધરી ખંત
ખરો અજબ જીવનક્રમ!
આથમશે જરૂર થઈ અસ્ત
ઊગે જે સૂર્ય, પરોઢ, દર
છતાંય જીવંત બને એ પ્રહર
ખરો અથાગ જીવનક્રમ!
ખરશે, જેવું આયુષ્ય ખતમ
જેવું જોને, ખીલશે પુષ્પ.
છતાંય સુગંધ સૌંદર્ય ઊત્કૃષ્ટ
ખરો અકળ જીવનક્રમ!
'મોરલી', દરેક અંત નિશ્ચિત સ્વયં
પ્રદાન અંગ, સંગે જીવન
ખીલો, ખીલવો, ખુલ્લે જીગર
ખરો સફળ જીવનક્રમ...
ખંત, ખુમારી, ખેલદિલી ભરેલાં મનુષ્ય જીવનમાં આ, એક હકીકત નિશ્ચિત છે કે જીવન છે તો મૃત્યુ પણ છે જ. ઊદયતત્વએ સ્વીકારી લીધું છે કે અસ્તઅંત છે જ. ઊગેલું પાંદડું કે પુષ્પ ખરશે જ.
પણ જીવનતત્વ અહીં સમાપ્ત નથી થતું. એકપણ મૃત્યુ નવીન જીવનને અટકાવી નથી શકતું. જિંદાદિલી અને પ્રામાણિકતા કયારેય મૃત્યુમાં નથી. હિંમતથી મૃત્યને જીવી શકાય છે. કુદરતે ઘણાં પુરાવા મૂકયાં છે...
આ જિંદગી તો ખુલીને જીવવાનો શ્વાસ છે.
અટપટી થાય તો પણ નીડરતાનો અભ્યાસ છે.
પાંખો ખોલી, સ્થિર, તટસ્થતામાં વિસ્ તરવાનું આભ છે.
જિંદગી નામક બિંદુને ઊંચેથી નિહાળવાનું ઊંડાણ છે…
સંતાડીને જીવવામાં; જીવન અધૂરપનો સ્વાદ છે,
ખુદનાં રહસ્યોથી ખુદને ઠગવાની શરૂઆત છે,
સ્વને વિભાજીત કરતો, ખોખલો, દંભનો પ્રકાર છે,
સમયે ન જળવાય સંતુલન, તો ખોવાયાં હોશોહવાસ છે…
આવી ઊભું એ સર્વ કર્મ, શીરોધાર્ય, યોગદાન છે.
સંકોચાઈને ક્ષીણ થવામાં ત્યાગ-વૈરાગનો ઉપહાસ છે.
મક્કમ બેફીકરાઈમાં જીવન ખેંચી જવાની ઊડાન છે.
જીવી જુઓ આમ પણ, જિંદગી, જીવવાનો વિશ્વાસ છે…
પારદર્શક જો અંદર-બાહર તો ‘મોરલી’ આધાર સર્વ-શક્તિમાન છે.
જીવવું તો બધાં વચ્ચે, સંગે-જંગે, એ જ ખરો સમર્પિત બળવાન છે…
એક બીજો નક્કર પુરાવો પણ તો છે જ...
ન હોય એને જોઈતું; હોય એને શ્રેષ્ઠ ને
સર્વશ્રેષ્ઠને બીજાનું ગમતું રહેતું,
આ તે કેવું ચક્કર જીવન-ઘટક બની ફરતું રહેતું!
અસ્વસ્થને સ્વસ્થતા; સ્વસ્થને સુદ્રડ ને
તંદુરસ્તને નિષ્ક્રય રહેવું ગમતું,
આ તે કેવું ચક્કર દેહ-સામર્થ્યમાં ભમતું રહેતું !
એકલાને સાથ; સાથીમાં પ્રશંષક ને
મનગમતાસાથ છતાં બીજાનું કંઈક ખૂંચતું-ખટકતું,
આ તે કેવું ચક્કર માનસ-તત્વ બની ઘૂમતું રહેતું!
અજાણને જાણકારી; જાણકારને જ્ઞાન ને
બુદ્ધિશાળીને અહંકાર-સ્પર્ધક બધે નડતું-દેખાતું,
આ તે કેવું ચક્કર જન્મોજનમ લેવડાવતું રહેતું!
પ્રભુ વિશ્વાસમાં નિષ્ઠા; સર્વને પ્રેમ નિઃસ્વાર્થ ને
દિવ્યશાંતિનો હ્રદયમાં વાસ
બસ! પછી ક્યાં રહ્યું આ કે તે ચક્કર; ‘મોરલી’
જીવાતું ફક્ત સીધું, સરળ, સ્પષ્ટ, સમૃધ્ધ સત્ય!
*માર્ચ ૪, ૨૦૧૪
માટે જ સહુથી ઊત્તમ તો,
જીવી લઈએ જીંદગી
પળ પળ પર્વ નોતરી...
પ્રણામ...
- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧૭
Flower Name: Clotropis gigantea
Mudar, Bowstring hemp, Crown plant
Significance: Courage
Bold, it faces all dangers.
True courage in its deepest sense, is to be able to face everything, everything in life, from the smallest things to the greatest, from material things to things of the spirit, without a shudder, without physically... without the heart beginning to beat faster, witjout the nerves trembling, without the slightest emotion in any part of the being. Face everything with a constant awareness of the Divine Presence, a total self giving to the Divine, and the whole being unified in this will; then you can go forward in life and face anything whatever. TM
No comments:
Post a Comment