Thursday, 16 March 2017

સમસ્ત વિશ્વ અહીં...


સમસ્ત વિશ્વ અહીં અંદર છૂપું 
ચાળો, વીણો - ચૂંટો પ્રફુલ્લ. 

રંગ-રંગ ને રંગત ભરપૂર!
દ્રષ્ટિ, દ્રષ્ટા - ચૂંટો પ્રબુદ્ધ.

અગન ભીતરે, જ્વાળા સમૃદ્ધ!
પ્રગટાવો, ઠારો - ચૂંટો પ્રદ્યુત.

સક્ષમ મનસ્તર, બુદ્ધિ લખલૂટ!
વ્યય, વ્યક્ત - ચૂંટો પ્રમુખ.

માનવસ્વભાવને સર્વ અનુકૂળ.   
વધો, વહો - ચૂંટો પ્રાકૃત. 

'મોરલી' જીવન ભેટ અદભૂત!
માણો, ઝૂકો - ચૂંટો પ્રસ્તુત.


પ્રવૃત પણ આવૃત નહીં...
પ્રભુનાં પડળમાં વીંટળાઈને પણ, ક્રિયાશીલ..
એટલે બધુંજ આવે, પણ ભેદીને ભીતરે સ્થાયી ન થઈ શકે.

નિર્દોષ આનંદ જ એ કે, એ અચાનક અને અનાયાસે હોય.

માણસે તો ચૂંટ્યાનો હરખ...
કશુંક ઊમેર્યાનો હર્ષ...

કંઈ કેટલુંય;
જિંદગી આપતી રહે છે,
માણસજાત જીવતી રહે છે, 
એથીય વધુ એ જીવી શકે છે, 
અમર્યાદ ક્ષમતા અને સંભાવનાનો છે અંદર અને બહાર - બન્ને વિશ્વોમાં!

માણસ, તો માણસે જ બનવાનું છે. 
પાત્રને શેનાથી છલકાવવું એ જ ખરો મર્મ છે અહીં..


અંતરથી માગો તો કશાયને "ના" નથી...
પણ પછી એ જ પાત્રમાં ભરાશે, સહુથી પહેલાં!

શરૂઆત તો માંગનારથી જ થાય પછી ઈચ્છાપૂર્તિ આવે...

માંગ્યા વગર મેળવવું હોય તો પ્રભુનાં બનવું પડે...
અહીં  ખરી મજા એ છે કે એના બન્યા પછી માગ તત્વ જ જતું રહે છે. અને એની માંગણી બની જવાની તલપ લાગે છે. 

"પ્રભુ, હું તારો ને તું મારો 
બની રહીએ એવો નશો"

પ્રભુ...પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
માર્ચ, ૨૦૧

Flower Name: Arctotis venusta
Blue-eyed African daisy
Significance: Cheerful Endeavour
The joy that one finds in the effort towards the Divine. 
There is nothing spiritually wrong with being glad and cheerful, on the contrary it is the right thing.
Cheerfulness is the salt of the sadhana. It is a thousand times better than gloominess.SA

No comments:

Post a Comment