છૂટા કરો, અંદરથી, બધાને.
પ્રગતિ ને વિઘ્ન આવ્યે
જવાબદાર નથી કોઈ ક્યાંયે
અવલંબન મનનું, મૂકો આઘે...
"હું જ ને મારું જ કર્મ માગે,
વળતર એનું ને એ જ માર્ગે"
રળવુ બધું, જાત મહેનતે
જોડકાં બીજાં મૂકો આઘે...
માન્યતાઓ ઘણી પ્રવર્તે,
આ નહીં તો બીજી ચોંટે,
સભાન રહી નકારો સહુએ,
પર-પ્રવેશ મૂકો આઘે...
દેવો દોષ કે પ્રદોષ શાને?
"જીવું હું ને કર્મ મારાં છે"
બેસાડો, એ સખત ગડ વચ્ચે
'મોરલી' વાના-બહાના મૂકો આઘે...
એમાં સહજિકતા છે અને સહજ પણ મનાય છે...
મનુષ્ય સ્વભાવ કહેવાય છે અને સ્વાભાવિક તરીકે સ્વીકારાય છે...
દર પરિસ્થિતિમાં એક તૃત્યાંશ હિસ્સો સ્વપક્ષનો હોય છે અહીં એનાં અનાદરની વાત છે...એને અવગણીને મર્યાદિતસ્વની મર્યાદાને આગળ મૂકાઈ છે. હલનો હલ કયાંક બીજે જોવાઈ રહયો છે...જેનાથી ઈલાજનો તંતુ વધુ નબળો બનતો હોય છે અને
પોતાની જ જાત, અક્ષમ્ય...નગણ્ય...અશક્ત...અસન્માનીય...
એક પ્રકારની સુષુપ્તાવસ્થા...
એક પ્રકારની આંતરિક અજારકતા...
બેદરકાર નિંદ્રાધીનતા...
સ્વ ભૂમિકા જોવી, પૂર્ણપણે નીભાવવી, યોગ્ય કરવી અને એને માટે સક્ષમ બનવું...એને નવીન આયામોમાં પૂરવી અને એ થકી પૂરવણી કરવી...સ્વજાગૃતિની શરૂઆત જ છે, આ.
માંદગીમાંથી નીકળવા સહુથી પહેલાં સાજા થવાની જરૂર લાગવી જોઈએ...શરૂઆત એ પછી જ થાય...
જરૂર છે અત્યાર સુધી સંઘરેલ, સીંચેલ પરદોષનાં વલણને હડસેલવાની...
પ્રભુ સમક્ષ મૂકી, અર્પણ કરી દેવાની...
પછી, પ્રભુ પાડે છે, પાસા પોબાર...
પ્રણામ...
- મોરલી પંડ્યા
માર્ચ,૨૦૧૭
Flower Name: Gliricidia sepium
Madre de cacao, Nicaraguan cocoa-shade
Significance: Refinement of Habits
Orderly, clean and well-organised.
No comments:
Post a Comment