Wednesday, 8 March 2017

વિલોમે આ જણ, મહીં...


વિલોમે આ જણ, મહીં
પ્રકાશ પૂંજને મધ્યે પહોંચી...

રહે, ફક્ત પ્રકાશ કડી
ગૂંથતી પ્રકાશ ને એજ વિસ્તરતી...

ઓગળે, રહે પ્રકાશ મયી
આંતરસૂર્યથી કણ કણ દિપ્તી...

પ્રકાશની અવિરત પાલખી
સજ્જ, આરૂઢ ને દિવ્યતા સારથી...

ગ્રાહ્ય, ફક્ત ગ્રહે પ્રકાશી 
'મોરલી' શ્વસે અને અવતરણ તેજસ્વી...


પ્રકાશમાં પ્રકાશથી પ્રકાશની યાત્રા...

પુંજ ત્યારે સ્પર્શે જયારે નિ:શેષ સમર્પણ નિરંતરતામાં પક્વ બને. 

આધાર પણ ત્યારે નર્યો અને મદાર મૂકી બેઠો હોય. પ્રકાશને ઘૂંટડે ઘૂંટડે પીવાની ચાતક તાક ધરીને.. 

તૃષાતુર, તીવ્ર ભક્તભાવમાં ગળાડૂબ...

આતુરતા હોય પણ શાતા-બંધ, કંઈ અજબ નિશ્ચિતતા ઓઢીને!

પૂર્વે પ્રસ્તુત વ્યક્તવ્ય પણ એવું જ કંઈક...

ઉર ઊંડે કે શીશ પારથી,
આ પ્રવાહ ક્યાંનો પધારે?
દેહનાં ખૂણે ખૂણે, રુંવે રુંવે
લહેર નહેર, વૃદ્ધિ પામે.

શ્વેત સોનેરી વહેણ ઉન્નત
દસે દિશા અજવાળે,
ચૈતન્યસભર શુભ સરવાણી,
અંતઃસ્થ  સમગ્ર ઊજાળે.

ધારણાશક્તિ દેહ મહીં
સુદ્રઢ સબળ પરમે,
અવતરણ તારું મા ભગવતી
સંપુર્ણ સુ-વ્યય પામે.

આધાર તારો દિનપ્રતિદિન
યોગ્ય, ગ્રાહ્ય બને,
તુજ હસ્તે જ્ઞાન પ્રવાહ
શીશથી સમસ્ત પ્રસરે.

અહો! આ ધારા! મા-પ્રભુરૂપ,
અંતરે આગમન અવતરે,
 આજ્ઞાંકિત, અનુરૂપ ‘મોરલી’
આભારી નિત પળે, નમે…
 *જાન્યુઆરી ૬, ૨૦૧૫


સમજ અને જ્ઞાનથી આગળની અવસ્થા, 
જ્યાં હકીકતે, એ પ્રકાશ દેહસ્થ થવાનો..

ને બુંદ પ્રસાદી ટપકે ને,
સર્વ કંઈ, 
ઝળહળ ને ઝંકૃત...
ઊર્જિત ને ઊદ્દીપક...
પ્રફુલ્લિત ને આલ્હાદક...

પ્રણામ...

- મોરલી પંડ્યા
માર્ચ, ૨૦૧

Flower Name: Cestrum diurnum
Night jessamine 
Significance: Light
Light and airy, it radiates.

No comments:

Post a Comment