જો સોંપાઈ ન હોત મનોઈચ્છા,
પ્રાણપ્રકૃતિ પ્રભુદેશ
પ્રાણપ્રકૃતિ પ્રભુદેશ
તો હોત નરી, અંદરથી દર્દ ને
પીડનની અજમાયેશ...
તો વળી ઝૂકી શરમથી ખુદ ભાગવું
થાત ખુદથી હંમેશ
ને રમત હોત ફકત કે હોત શોખ
આત્મઘાતી માત્ર લેશ...
આત્મઘાતી માત્ર લેશ...
તો બળતો હોત ખુદની જલનમાં
ખુદ અગ્નિ જેમ
ને તણખાં બની શબ્દ દઝાડતાં હોત
જણ જણ સુધી ઠેઠ...
તો પશ્ન હોત ખુદ ને ખુદની
ખદબદતી હરકત દરેક
ને એ તલસાટનાં લિસોટા પહોંચત
ધરી પંક્તિ વેશ...
તો ભરપૂર ખોદત ખુદ ખૂરપી ને
ખુદનો કાદવ ઢેર
ને નીકળતી ચીકાશ ફક્ત,
ખોબે ખોબે વહેંચી રહેત...
તો કયાંથી ભૂલત જળણ જે થઈ
હોત ખુદથી બેરહેમ
ને સારું જ થયું કે દિવ્ય ઊગવી તેં,
દિશા બદલી સદૈવ...
તો કયાંથી લાંઘી શકત ખુદને
ખુદથી આટલે, છેક
ને કયાંથી ચૂકવી હોત આ ખેપ ને
એની દીધી ઊર્ધ્વ સેર?
તો કયાંથી મળત 'મોરલી' સત્યતત્વ
પ્રદેશ ને ખુદનો વિશ્વેશ
પ્રદેશ ને ખુદનો વિશ્વેશ
ને કયાંથી ધરત અવતરણ જો
અટવાત મહીં ભેદ છેદને દ્વેષ?
કંઈક કેટલુંય ખદબદતું હોય છે, અંદર બહાર!
વ્યક્તિ ક્યાં સભાન હોય છે!
ક્યારેક પોતાની તો ક્યારેક અન્યની ઊભી કરેલી હોડ, દોડ, જોડ-તોડમાં લાગેલો હોય છે. સાથે સાથે સખત સખ્ત માન્યતાઓ અને માનસિક વલણોમાં, જે વળી વળીને આ વલણોને વળગણ બનાવે છે.
પ્રકૃતિ અદ્ભૂત છે અનેકો રૂપી છે. એને અંધ આંખે અનુસરવાની નથી. મનુષ્યને બીજી જાતિ-પ્રજાતિથી જે ભેદ આપ્યો છે એને પૂર્ણરૂપે ખીલવવાનો છે.
જીવનઈચ્છાઓ, મનોઆધારોને પ્રકૃતિ-હસ્ત નહીં પણ શક્તિગ્રસ્ત કરવાનાં છે.
પ્રકૃતિથી શક્તિ સુધી ચઢાણ છે તો સાથે જન્મજાત ક્ષમતા અને આત્મ તલસાટ પણ છે. નામાનિધાન છે અલબત્ તબક્કાવાર! દરેક જીવને અવકાશ છે ને અનન્ય અભિરૂચિ પણ.
મન-મતિ-પ્રાણ-દેહ-ચૈત્ય-જીવ-આત્મા...આ બધાંયનું અનેરું ગઠન કંઈક વધુ અદકેરાં ગઠબંધન માટે છે. દરેકનો પોતીકો સ્વ-ભાવ અને ઉદ્દેશ્ય છે. દરેક પાછાં પોતપોતાનાં વિશ્વો અને વિશેષતાઓ સાથે પર્યાપ્ત છે. છતાં ઐક્યની ગતિમાં છે.
જ્યાં છે ત્યાંથી શુદ્ધિમાં છે.
શક્તિની આરાધનામાં છે.
સત્યને સમર્પણમાં છે.
વધુ ઊદ્દાત રૂપે મુખર થવામાં છે.
પછી, એમાંથી નીપજતું નર્યું શ્વેત, સહજ અને સૌંદર્ય છે. જેને સુવર્ણની અંતિમતા આપવાની છે.
દરેક તત્વની આ ખેપ છે જે મનુષ્ય તરીકે અને મનુષ્યજીવનમાં ગઠિત છે એને ખોલીને, દિવ્યતાનાં તંતુ, તાંતણે, ટેકે કે શ્વાસે સુયોગ્ય કરવાની છે.
શુદ્ધ પ્રેમ સુધી પહોંચી એમાં જ સર્વ કંઈને શુદ્ધિ આપવાની છે.
A light was round him wide and absolute,
A diamond purity of eternal sight;
A consciousness lay still, devoid of forms,
Free, wordless, uncoerced by sign or rule,
For ever content with only being and bliss;
A sheer existence lived in its own peace
On the single spirit's bare and infinite ground.
Out of the sphere of Mind he had arisen,
He had left the reign of Nature's hues and shades;
He dwelt in his self's colourless purity.
It was a plane of undetermined spirit
That could be a zero or round sum of things,
A state in which all ceased and all began.
All it became that figures the absolute,
A high vast peak whence Spirit could see the worlds,
Calm's wide epiphany, wisdom's mute home,
A lonely station of Omniscience,
A diving-board of the Eternal's power,
A white floor in the house of All-Delight.
*Savitri
BOOK II: The Book of the Traveller of the Worlds
CANTO XV: The Kingdoms of the Greater Knowledge
Pg 297
મન-મતિ-પ્રાણ-દેહને ચૈત્યથી શરૂ કરી જીવની અને આત્માની સફરે મૂકી દેવાનાં છે. ત્યાંથી જ શુદ્ધ અને સાતત્યની શાંતિ અને નીરવતામાં શરૂઆત થાય છે. સાર્થક સાયુજ્ય અહીંથી સાંપડે છે...
અગ્નિનાં સ્વરૂપોમાંથી ભડકાને નહીં જ્યોતિને પસંદ કરવાની છે અને એનાં તેજે દરેક જલનને ઠારવાની છે.
દઝાડીને નહીં ઊજાળીને...
અગનપ્રકોપ નહીં પ્રકાશથી...
સર્વે ભલું...પ્રભુ તણું...
પ્રણામ...
- મોરલી પંડ્યા
એપ્રિલ, ૨૦૧૭
Flower Name: Rosa, Rose
Significance: Balance of the Nature in the Love for the Divine
Passive and active, calm and ardent, sweet and strong, silent and expressed.
No comments:
Post a Comment