Friday, 7 April 2017

ખરો વિરોધાભાસ!


ખરો વિલક્ષણ વિરોધાભાસ!
તાદ્રશ્ય પાછળ અદ્રશ્ય પ્રભાવ!

ખરો અટપટો વિરોધાભાસ!
સ્થૂળ પાછળ સૂક્ષ્મ દોરનાર!

ખરો ગૂઢ વિરોધાભાસ!
વ્યક્તિ પાછળ તત્વજગ અસાધ!

ખરો પેચીદો વિરોધાભાસ!
જીવન પાછળ જનમો જવાબદાર!

ખરો અજબ વિરોધાભાસ!
પ્રમાણ પાછળ અમાપ જોડાણ!

ખરો અગત્ય 'મોરલી', વિરોધાભાસ!
અંતઃકરણ પાછળ પરમસંનિધિ સ્થાન!


પ્રભુ ખરો છે...
દેખીતાની પાછળ અઢળક અણદેખું મૂકી દીધું છે.

જોઈ જોઈને થાકે એની દ્રષ્ટિ બદલાય ને અત્યાર સુધી ન દેખાતું, દેખાવા લાગે. 
સીધું પણ સમજાય અને માર્મિક કે વક્ર પણ...

એકની પાછળ કંઈક બીજું પણ જવાબદાર...

કોઈ પોતાના હોવાની બાંહેદરી ન લઈ શકે. બન્ને ને ખબર છે કે બીજું છે.

પાર્થિવને ખબર છે કે પાછળ કશુંક પરમ છે ને પરમને વ્યક્ત થવા માટે પાર્થિવની જરૂર છે...

આમ સાંઠગાંઠમાં વીંટળાયેલો વિરોધાભાસ છે પણ એટલો સંવાદિત ને ઓતપ્રોત છે કે બન્ને ભૂલી જાય છે કે પોતપોતાની આગળપાછળ એક કે બીજું છે. 

મનુષ્યએ એને સ્વીકારી લીધું છે. પોતાને મર્યાદિત માનીને એનો ફાયદો લઈ લીધો છે. દેખીતાને પોતાનું માની પૂરતો શ્રેય લઈ લેવો છે અને એમાં જ રાચવું છે.


A Power that laughed at the mischiefs of the world, 
An irony that joined the world's contraries 
And flung them into each other's arms to strive, 
Put a sardonic rictus on God's face.
*Savitri
CANTO VII: The Descent into Night Pg.207

ને પ્રભુ એ પછીનાં પરિણામોમાં ભાવિગતિ લેશે...કર્મફળ મૂકીને...

ઘડી ઘડીને ઘડનાર જ ઘડતર ઘડે છે ને વળી એક વિરોધાભાસ મૂકે છે...

ખરી તારી રીતિ પ્રભુ...

પ્રણામ...

- મોરલી પંડ્યા 
એપ્રિલ, ૨૦૧

Flower Name: Dianthus caryophyllus Carnation, Clove pink
Significance: Collaboration
Always ready to help and knows how to do it.

No comments:

Post a Comment